મેંદરડા તાલુકાનો જીવાદોરી સમાન મધુવંતી ડેમ છલકાયો

  • મેંદરડા તાલુકાનો જીવાદોરી સમાન મધુવંતી ડેમ છલકાયો
    મેંદરડા તાલુકાનો જીવાદોરી સમાન મધુવંતી ડેમ છલકાયો

મેંદરડા, તા. 10
મેંદરડા તાલુકાના જીવાદોરી સમાન મઘુવંતી ડેમ 51 ફૂટની સપાટી પાર કરતા ઓવરફલો થતા ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે.
ડેમની કુલ સપાટી 51 ફૂટની છે જેમાં ડેમ 600 ફૂટના પાણીના કાઢીયાથી ઓવરફલો થયો અને ઉપરથી પાણી ગયુ હતું.
છેલ્લા પાંચ દિવસથી સતત વરસી રહેલા વરસાદથી મેઘરાજાની કૃપા વધુ એક વખત થતા મેંદરડા તાલુકાના પાણીનો પુરતો જથ્થો સંગ્રહીત થયો છે. જેને લઈ ખેડુતોનો ખુશી તેમજ ડેમ ઓવરફલો થતા હરસુખ વઘાસીયા તેમજ પરિવાર તેમજ સ્ટાફ સાથે શ્રીફળ વધારી મીઠા મોઢા કરાવી વધામણા કરવાના તેમજ ભાજપના આગેવાનો સીટી પટેલ વીનુભાઈ કથીરીયા એસ.બી.કાનાણી હરેશભાઈ ઠુમર સંજયભાઈ છોડવડીયા હમીરભાઈ માડમ દ્વારા વધામણા કરવામાં આવ્યા હતાં.