કડીયાપ્લોટ અને છાયા પે સેન્ટર શાળામાં સી.આર.સી. કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયા

  • કડીયાપ્લોટ અને છાયા પે સેન્ટર શાળામાં સી.આર.સી. કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયા
    કડીયાપ્લોટ અને છાયા પે સેન્ટર શાળામાં સી.આર.સી. કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયા

પોરબંદર તા 10
પોરબંદરની કડીયાપ્લોટ અને છાયા પે સેન્ટર શાળામાં સી.આર.સી. કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયા હતા.
છાંયામાં આયોજન
છાયા પે સેન્ટર કુમાર પ્રાથમિક શાળામાં સી.આર.સી. છાયા કુમારનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ શાળાઓ દ્વારા પોતાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં પાંચ વિભાગોમાં પ્રથમ નંબર આવનાર કૃતિ તાલુકા કક્ષાએ ભાગ લેવા જશે. જેમાં પે. સે. છાયા કુમાર શાળા, રૂપાળીબા પ્રાથમિક શાળા, નવાપરા પ્રાથમિક શાળા વિભાગ, વિવેકાનંદ પ્રાથમિક શાળા-છાયા વિજેતા થયા હતા. આ સાથે-સાથે ડો. વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી તેમજ ઈ-કોર્નર પણ રજુ કરવામાં આવ્યું હતું જેથી ક્યુ આર કોડ મારફત વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ વિશે માહિતગાર થઈ શકે. પ્રદર્શનના અંતમાં ઈનામ વિતરણ યોજવામાં આવ્યું હતું જેમાં દરેક બાળવૈજ્ઞાનિક અને નિબંધ-વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, કંપાસ આપી સરાહવામાં આવ્યા હતા. સાથે-સાથે સી.આર.સી. છાયા કુમાર ક્લસ્ટરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિક્ષણ સચીવ વિનોદ રાવનું પ્રમાણપત્ર, બેઈઝ અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચિરાગભાઈ જોષી, કેયુરભાઈ જોષી અને ત્વિષાબેન પંડિત તેમજ મૌલિકકુમાર એમ. જોષી અને પ્રીતીબેન આર. જોષીએ નિર્ણાયકની તટસ્થ ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર પીઠાસભાઈ મોઢવાડીયા, પે.સે. છાયા કુમાર શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.
કડીયાપ્લોટમાં આયોજન
સી.આર.સી. છાયા પ્લોટનું ડો. વિક્રમ સારાભાઈ શતાબ્દિ વર્ષ ઉજવણી અંતર્ગત સી.આર.સી. કક્ષાનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન શ્રી કડિયાપ્લોટ પે.સે. શાળા ખાતે યોજવામાં આવેલ હતું. જેમાં કુલ 24 કૃતિના 48 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો તેમજ 8 બાળકોએ વક્તૃત્વ તેમજ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ તકે પ્રદર્શનની મુલાકાત લેવા પોરબંદર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીયાણીએ ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમાપન સમારોહમાં બી.આર.સી. કો-ઓર્ડીનેટર પરેશભાઈ પુરુષનાણી તેમજ કે.નિ. મુળુભાઈ ઓડેદરા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને શિલ્ડ તેમજ સર્ટિફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે સેવા આપનાર પ્રિયેશભાઈ લખલાણી, સાગરભાઈ વેગડ અને અભિષેકભાઈ પાઠક તેમજ યજમાન શાળાના આચાર્ય, શિક્ષકમિત્રો અને સ્વયંસેવક બાળમિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. કો. ઓર્ડીનેટર ડો. વિવેક જોષી દ્વારા કરવામાં આવેલ હતું.