માધવપુરના અણઉકેલ પ્રશ્ર્નો બાબતે ફરી વખત સ્વાગત ફરિયાદ નિવારણમાં રજુઆત થશે

  • માધવપુરના અણઉકેલ પ્રશ્ર્નો બાબતે ફરી વખત સ્વાગત ફરિયાદ નિવારણમાં રજુઆત થશે
    માધવપુરના અણઉકેલ પ્રશ્ર્નો બાબતે ફરી વખત સ્વાગત ફરિયાદ નિવારણમાં રજુઆત થશે

પોરબંદર તા 10
માધવપુરના અનેક અણઉકેલ પ્રશ્ર્નો બાબતે ફરી વખત સ્વાગત ફરિયાદ નિવારણમાં રજુઆત થશે.
માધવપુરના બિસ્માર રસ્તા, દબાણ અને ગંદકી સહિતના પ્રશ્ર્ને અનેક વખત બહુજન મુક્તિ પાર્ટી દ્વારા રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ નહીં આવતો હોવાનું જણાવી વધુ એક વખત સ્વાગત ફરિયાદ નિવારણમાં રજુઆત કરવામાં આવી છે. માધવપુર ઘેડ ગામેથી પસાર થતો માંગરોળ-પોરબંદર હાઈવે રોડ મોટા ઝાપાથી મુસ્લીમ વિસ્તાર સાઈડમાં ગંદકીનો ઢગલો પડેલ છે તેની ઉપર મીની ટ્રાવેલ્સ બસ ઉભે છે. રોડ સાઈડમાં ગંદકીનો ગંજ એક વર્ષથી ઉપાડવામાં આવેલ નથી. તેની પાસે રોડ સાઈડમાં ઊંડી ખાડ ઓરસ-ચોરસ પાંચ ફૂટ લંબાઈ, પહોળાઈ અને ત્રણ ફૂટ ઉંડી ખાડમાં દુર્ગંધ મારતું ગંદુ પાણી ભરાયેલ છે તેમાં ઝેરી મચ્છર-માખીઓથી ખદબદે છે, જે જનતાને આરોગ્ય માટે ખતરો છે. આ રોડ ઉપર અધિકારીઓ, પદાધિકારીઓ, સાથે આરોગ્ય ખાતાના કર્મચારીઓની સતત અવરજવર હોય છે છતાં પણ આ હાઈવે રોડ સાઈડમાં ગંદકી કોઈને જોવામાં આવતી નથી ત્યારે જનતામાં અતિ આક્રોશ સાથે બોલાય છે કે માધવપુર ગામ પ્રત્યે તમામ રીતે આટલી બેદરકારી કેમ દાખવવામાં આવે છે ? માધવપુર ઘેડ તમામ રીતે પછાત તેમજ તમામ રીતે સુવિધાવિહોણું આ ગામ હોય તેમ રોડ બનેલા નથી અમુક વિસ્તારોમાં રોડ ઉપર ગંદકીના ઢગલા પડેલા છે. ચોબારી જતો રોડ મેઈન બજાર રોડ ઝાંપા સુધીનો રોડ પી.જી.વી.સી.એલ. કોન્ટ્રાક્ટર દ્વારા તોડી પાડવામાં આવેલ છે તે રોડ પર વરસાદી પાણી ભરાય છે ત્યારે આ રોડને રીપેરીંગ કરવા તેમજ આ રસ્તા પર લારીવાળાઓએ કરેલ દબાણ હટાવવા માંગ ઉઠવા પામી છે. આ ઉપરાંત મનરેગા યોજના હેઠળ રોજગારી આપવા તથા ઘરવિહોણાઓને મકાનો બાંધી આપવા સ્વાગત કાર્યક્રમ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાશે તેમાં બહુજન મુક્તિ પાર્ટીના જીલ્લા પ્રમુખ કે.કે. માવદીયા દ્વારા અરજી કરી પ્રશ્ર્નો ઉકેલવા માંગ કરી છે.