સંતોની જાહેરાત : મોરારિબાપુ-નીલકંઠવર્ણી વિવાદનું સુખદ સમાધાન

  • સંતોની જાહેરાત : મોરારિબાપુ-નીલકંઠવર્ણી વિવાદનું સુખદ સમાધાન
    સંતોની જાહેરાત : મોરારિબાપુ-નીલકંઠવર્ણી વિવાદનું સુખદ સમાધાન

જૂનાગઢ : મોરારિબાપુ(MorariBapu) અને સ્વામીનારાયણ (swmi Narayan)સંપ્રદાય વચ્ચે વકરેલા વિવાદનો મોરારિબાપુ-સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે છેડાયેલા નિલકંઠવર્ણી (Nilkanthvarni) વિવાદનો અંત આવ્યો છે. જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર જવાહર રોડના કોઠારી સ્વામીના નેજા હેઠળ સનાતન ધર્મની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. સનાતન ધર્મ એક છે અને એક રહેશે. સાધુઓએ કહ્યું કે આપણે સૌ હિંદુઓના દીકરા છે સાથે હતા અને સાથે રહીશું. અગાઉ જૂનાગઢના ઇન્દ્રભારતી (Rudreshwar Jagir Bharti Ashram) બાપુએ જણાવ્યું હતું કે ' સ્વામીનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે. સ્વામીનારાયણ સંપ્રદાયના ઉચ્ચ સાધુઓ સાથે વાત થઈ છે. સાધુઓ સહમત થયા છે કે મોરારિબાપુ માફી નહીં માંગે. સામે પક્ષે સનાતન ધર્મ વિશે કોઈ પણ જાતની ટિપ્પણી નહીં કરે. એકાદ કલાકમાં સુખદ સમાધાન થવા જઈ રહ્યુ છે. ' મોરારિબાપુ અને સ્વામીનારાયણના સંતો જરૂર જણાય તો બેઠક કરશે
ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહિલની મધ્યસ્થતાથી સ્વામીનારાયણના સંતો સાથે સમાધાન થયું છે. જરૂર જણાશે તો મોરારિબાપુ અને સ્વામીનારાયણના સંતો બેઠક કરશે પરંતુ હવે પછી સ્વામીનારાયણના સંતો મીડિયામાં રામ-કૃષ્ણ કે માતાજી વિશે કોઈ ટિપ્પણી નહીં કરે. અમે સૌ એક જ સનાતન ધર્મના વાહકો છીએ આજે સૌએ ગિરનારની સાક્ષીએ સોગંધ લીધા છે કે કોઈ વિવાદિત બોલ નહીં બોલે.