ઈન્ડીયન લાયન્સ અને લાયોનેસ દ્વારા પોરબંદર જીલ્લામાં સેવાકાર્યો યોજાયા

  • ઈન્ડીયન લાયન્સ અને લાયોનેસ દ્વારા પોરબંદર જીલ્લામાં સેવાકાર્યો યોજાયા
    ઈન્ડીયન લાયન્સ અને લાયોનેસ દ્વારા પોરબંદર જીલ્લામાં સેવાકાર્યો યોજાયા

પોરબંદર તા 10
ઈન્ડીયન લાયન્સ અને લાયોનેસ દ્વારા પોરબંદર અને રાણાવાવમાં સેવાકાર્યો યોજવામાં આવ્યા હતા જેમાં વૃક્ષારોપણ, કાનુની જાગૃતિ અને મહારક્તદાન શિબિરમાં અનેક લોકો જોડાયા હતા.
ઈન્ડીયન લાયન્સ પરિવારની કરોડરજ્જુ સમાન હિતેષભાઈના જન્મદિનનાં શુભ અવસરે ઈન્ડીયન લાયન્સ, લાયોનેસ પોરબંદર તેમજ ઈન્ડીયન લાયોનેસ સંસ્કૃતિ રાણાવાવ ત્રણેય સંસ્થાના સંલગ્ન કાર્યક્રમોની હારમાળા સર્જાઈ હતી. જેમાં સાક્ષરતા દિવસ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ પોરબંદરની દત્ત સાંઈ વિદ્યાલય ખાતે ઉજવવામાં આવેલ. જેમાં 11 જેટલા આરોગ્યપ્રદ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ. વિદ્યાર્થીઓને એક નોટબુક આપવામાં આવેલ. જેમાં કોઈ નેતા, ઋષિઓ કે વૈજ્ઞાનિકોના જીવનકવન વિશે બાળકોને લખવાનું અને મહિના દિવસ પછી એ તૈયાર થાય તો બાળકોને એ સંભારણું બની રહે અને એ બદલ એમને સર્ટીફિકેટ આપી નવાજવામાં આવશે એવું પ્રોજેક્ટ ચેરમેન તેજસભાઈ થાનકી તેમજ વર્ષાબેન પાડલીયાએ જણાવ્યું હતું.
બીજા નંબરના કાર્યક્રમમાં ખારવાવાડમાં સાગરભૂવન ખાતે "કાનુની જાગૃતિ નામનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં બહેનોને વિધવા સહાય, સખી વન સ્ટોપ સેન્ટર, ઉર્જા બચાવો, વ્હાલી દીકરી યોજના જેવી યોજનાઓનો લાભ કેમ મેળવવો ? એની માહિતી આપવામાં આવી હતી. પ્રોજેક્ટ ચેરમેન નિશાબેન કોટીયા તથા ભારતીબેન વ્યાસે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. સાથે સાથે મહારક્તદાન શિબિરનું આયોજન ઈન્ડીયન લાયન્સ દ્વારા કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરેલ. આ કાર્યક્રમ સફળ બનાવવામાં પ્રોજેક્ટ ચેરમેન જયદીપ લાખાણી તેમજ અશોકભાઈ લોઢારીએ જહેમત ઉઠાવી હતી.