અમારા પતિ દારૂ પી ને અમને બેફામ મારે છે!

  • અમારા પતિ દારૂ પી ને અમને બેફામ મારે છે!
    અમારા પતિ દારૂ પી ને અમને બેફામ મારે છે!

પોરબંદર તા 10
ગાંધીજી પોરબંદરમાં જનમ્યા હોવાને લીધે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ પોરબંદર જીલ્લામાં દેશી-વિદેશીદારૂનો લાખો રૂપિયાનો જથ્થો પકડાય છે ત્યારે ગ્રામ્યપંથકમાં અનેક મહિલાઓ દારૂડીયા પતિથી ત્રસ્ત છે તેવું આદિત્યાણા ગામે યોજાયેલા મહિલા જાગૃતિ સેમીનારમાં બહાર આવ્યું હતું.
રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે મહિલા સહાયતા કેન્દ્ર અને અભયમ 181ના સંયુકત ઉપક્રમે મહિલા જાગૃત્તા અર્થે સેમીનાર યોજાયો હતો. આ સેમીનારમાં સમાજમાં સમાન હક્ક અને તકકો, શાંતિપૂર્ણ, હિંસા મુકત જીવન, મહિલાઓને વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે અભયમ 181 અને મહિલા સહાયતા કેનદ્ર અને તેની કામગીરી વિશે મહિલાઓને માીહતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગામની મહિલાઓના પ્રશ્ર્નો સાંભળવામાં આવ્યા હતા. જેમાં 3 મહિલાઓએ પોતાની મુંજવણ જણાવી હતી કે, તેઓના પતિ દારૂ પીને આવે છે અને મારકુટ કરે છે તો શું કરવું? અભયમ 181 અને મહિલા સહાયતા કેન્દ્રની બહેનોએ આ પ્રશ્ર્નોના નિરાકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું. તથા આ પ્રકારના ગુન્હા સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે. તેની સ્પષ્ટ સમજ આપી હતી. સેમીનારમાં 60 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.