પોરબંદર રેડક્રોસની સેવાપ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવાશે

  • પોરબંદર રેડક્રોસની સેવાપ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવાશે
    પોરબંદર રેડક્રોસની સેવાપ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવાશે

પોરબંદર તા 10
પોરબંદર રેડક્રોસની સેવાપ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવાશે તેવી ચર્ચાઓ ગુજરાત સ્ટેટ બ્રાન્ચની મેનેજીંગ કમીટીની મીટીંગમાં થઈ હતી.
તાજેતરમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાંચની મેનેજીંગ કમીટીની મીટીંગ પોરબંદરમાં ચોપાટી સરકારી વિલાના સભાગૃહમાં યોજાયેલી હતી. આ મીટીંગમાં ગુજરાતના વિવિધ જીલ્લાઓના ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ, સુરત, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, ગીર-સોમનાથ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકાના પ્રતિનિધિઓ સ્ટેટ બ્રાંચના ચેરમેન ડો. ભાવેશભાઈ આચાર્યની આગેવાની હેઠળ હાજર રહ્યા હતા.
આ મીટીંગની શરૂઆતમાં પોરબંદર રેડક્રોસ મેનેજીંગ કમીટીના સભ્યો સાથે મીલન-મુલાકાત મીટીંગ યોજાયેલ હતી. મીટીંગમાં દરેક સભ્યોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું. પોરબંદરના રેડક્રોસના ઉપપ્રમુખ ડો. જનકભાઈ પંડીત અને ચેરમેન ડો. સી.જી. જોષી એ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સાથે પોરબંદર રેડક્રોસ તરફથી ગુજરાત સ્ટેટ બ્રાંચને યાદગીરીરૂપે મોમેન્ટો આપવામાં આવેલ હતો. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ બ્રાંચના મેનેજીંગ કમીટીના સભ્ય અને પોરબંદર જીલ્લા શાખાના સેક્રેટરી અકબરભાઈ સોરઠીયાને ગુજરાત સ્ટેટ બ્રાંચ તરફથી વ્યક્તિગત ઉત્તમ કાર્યવાહીના અનુસંધાને સર્ટિફીકેટ આપવામાં આવેલ હતું. સાથે પોરબંદર રેડક્રોસ બ્રાન્ચને પણ અભિનંદન સર્ટિફીકેટ આપવામાં આવેલ હતું. મીટીંગ કાર્યક્રમ બાદ વિવિધ જીલ્લામાંથી પધારેલા મેમ્બરોએ કીર્તિમંદિર તથા સાન્દીપનિના શ્રી હરિમંદિરની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા પોરબંદર મેનેજીંગ કમીટીના વાઈસ ચેરમેન શાંતિબેન ઓડેદરા, અરવિંદ રાજ્યગુરુ, દિપકભાઈ વઢીયા, વિમલ હિંડોચા, ડો. ચેતનાબેન બેચરા, રાજેન્દ્રન નાયર, કમલભાઈ શર્મા, બિન્દુબેન થાનકી, રામભાઈ ઓડેદરા, ચંદ્રેશ કિશોર, કમલેશ કોટેચા, જીજ્ઞેશ પુરોહિત વગેરેએ જહેમત ઉઠાવી હતી.