પોરબંદરના અસ્માવતીઘાટ પાસે ગણેશ પ્રતિમાના અવશેષો વિખરાયા

  • પોરબંદરના અસ્માવતીઘાટ પાસે ગણેશ પ્રતિમાના અવશેષો વિખરાયા
    પોરબંદરના અસ્માવતીઘાટ પાસે ગણેશ પ્રતિમાના અવશેષો વિખરાયા

પોરબંદર તા 10
પોરબંદરમાં ગઈકાલે બપોર પછી મોટી સંખ્યામાં નાની-મોટી ગણેશ પ્રતિમાઓનું ચોપાટી ઉપર મનાઇ હોવાથી અસ્માવતી ઘાટ પાસેના સમુદ્રમાં વિસર્જન કરવામાં આવતા સવારે ચોપાટી ઉપર ગણેશ પ્રતિમાના અવશેષો વિખરાયા હતા તો ક્યાંક પ્લાસ્ટર ઓફ પેરીસની કેટલીક પ્રતિમાઓ વિસર્જન થયા વગર હેમખેમ કાંઠે બહાર આવી હતી ! પોરબંદરના નવા જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને પોરબંદર ચોપાટી ઉપર દરિયાઇ પ્રદુષણ વઘ્યુ હોવાથી ગણેશ વિસર્જનની મનાઇ ફરમાવી હતી તેથી અસંખ્ય ગણેશ પંડાલના સંચાલકોએ આ વર્ષે અસ્માવતીઘાટ પાસે ગણેશ વિસર્જન કર્યુ હતું. અસ્માવતીઘાટે દરિયાકાંઠે ચોમેર ગણેશ પ્રતિમાઓના અવશેષો બીચ ઉપર ફેંકાયેલા જોવા મળ્યા હતા. પોરબંદરના દરિયામાં પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓ પણ પધરાવાઈ હતી. જેથી અમુક પ્રતિમાઓનું દરિયામાં વિસર્જન થયું નહીં હોવાથી મોજાઓએ આખે-આખી પ્રતિમાઓને દરિયાકાંઠે ફેંકી દીધી હતી. ઉપરાંત બીચ ઉપર પણ ચારેબાજુ રસાયણોના કારણે રંગ બદલાઈ ગયેલો જોવા મળતો હતો.