નર્મદા: કરજણ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણીની છોડાયું, 8 ગામો એલર્ટ

  • નર્મદા: કરજણ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણીની છોડાયું, 8 ગામો એલર્ટ
    નર્મદા: કરજણ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણીની છોડાયું, 8 ગામો એલર્ટ

નર્મદાના ભારે વરસાદ ખાબકતા કરજણ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 10 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. કરજણ ડેમની સપાટી 114.58 મીટર વટાવતાડેમ હાઇએલર્ટ પર મુકાયો તાત્કાલિક કરજણ ડેમના 7 ગેટ ખોલી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતા 8 ગામોને હાઇએલર્ટ જાહેર કર્યા છે.

રાજપીપલા શહેરના નદી કાંઠા વિસ્તારમાં પાણી ઘરો સુધી આવ્યા અને 20 મકાનોના રહીશોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે કાંઠા ગામો ખેતરોમાં પાણી ફરી વળ્યાં અને મોટું નુકસાન થયું છે. કરજણ કિનારે આવેલ તલકેશ્વર મંદિરના પગથીયા પણ ધોવાઈ ગયા અને જેમાં રહેતા પૂજારીનું પરિવાર ફસાયું હતું.