દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો, ટ્રેનના શૌચાલયમાં ઝડપાઇ દારૂની બોટલો

  • દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો, ટ્રેનના શૌચાલયમાં ઝડપાઇ દારૂની બોટલો
    દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો, ટ્રેનના શૌચાલયમાં ઝડપાઇ દારૂની બોટલો

અમદાવાદ શહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અનોખો નુસકો શોધી કાઢ્યો છે. બુટલેગરો હવે રેલવેના શૌચાલયમાં દારૂની હેરાફેરી કરવાની શરૂઆત કરતા મૂળ અમદાવાદનો એક આરોપી રેલવે પોલીસના હાથે ઝડપાયો છે. આરપીએફેના ટ્રેનના કોચમાંથી 43 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. 

મળતી માહિતી અનુસાર આગ્રા અમદાવાદ સુપર સ્ટાર ટ્રેનના એસ-5 કોચના શૌચાલયના છુપી રીતે દારૂની હેરાફેરી કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રેલવે પોલીસે ચોક્કસ બાતમીના આઘારે તપાસ કરતા આરોપી રેહાવ કુરેશી જે મૂળ અમદાવાદનો રહેવાસી છે તેની ધરપકડ કરી છે.