અમરેલી: સાત વર્ષમાં 500 હિરાના કારખાન થયા બંધ, કરોડોનું ટર્નઓવર ઘટ્યું

  • અમરેલી: સાત વર્ષમાં 500 હિરાના કારખાન થયા બંધ, કરોડોનું ટર્નઓવર ઘટ્યું
    અમરેલી: સાત વર્ષમાં 500 હિરાના કારખાન થયા બંધ, કરોડોનું ટર્નઓવર ઘટ્યું

અમરેલી: જિલ્લો ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર આધારિત જિલ્લો છે ત્યારે હાલમાં અમરેલી જિલ્લાનો હીરા ઉધોગ મંદીના ભરડામાં સપડાયો છે. એક સમયે હીરાઉદ્યોગમાં સૂરત પછી અમરેલીનું નામ આવતું હતું ત્યારે માત્ર સાત વર્ષના જ ટૂંકા ગાળામાં હીરાઉદ્યોગના 500 જેટલા કારખાનાઓ બંધ થઈ ગયા છે જિલ્લામાં 800 કરોડનું ટર્નઓવર હતું જે આજે ઘટીને 300 કરોડે પહોંચ્યું છે.અમરેલી જિલ્લાનો હીરો તૈયાર થયા બાદ 95 ટકા માલ વિદેશમાં સપ્લાય થાય છે. આમ છતાં હીરામાં મંદી આવતા કારખાનેદારો અને કારીગરો પણ મુંઝવણમાં મુકાયા છે.

સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગ સુરત અને અમરેલીમાં મોટા પાયે ચાલી રહ્યા છે. અમરેલી જિલ્લો મુખ્યત્વે ખેતી અને હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. ખેતીને બાદ કરતા લોકો હીરા ઉદ્યોગમાં રોજી રોટી મેળવવા જોડાયેલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગી ગયું છે. દિવાળીના સમય પછી જિલ્લાના અમુક કારખાનાઓ બંધ થઈ ગયા છે. પહેલા હીરાના કારીગરો મહિને 20 હજારથી લઈ 25 હજાર સુધીનું કામ કરતા ત્યારે હાલ હીરામાં મંદી આવતા માંડ રૂપિયા 5 હજારથી લઈ 8 હજારનું કામ રત્નકલાકારો કરી રહ્યા છે.