J&K: IAF અધિકારીની હત્યાના 30 વર્ષ જુના કેસમાં યાસીન વિરુદ્ધ ચાલશે કેસ

  • J&K: IAF અધિકારીની હત્યાના 30 વર્ષ જુના કેસમાં યાસીન વિરુદ્ધ ચાલશે કેસ
    J&K: IAF અધિકારીની હત્યાના 30 વર્ષ જુના કેસમાં યાસીન વિરુદ્ધ ચાલશે કેસ

શ્રીનગર : હત્યાનાં કોઇ મુદ્દે આરોપી વિરુદ્ધ લગભગ 30 વર્ષ સુધી કોઇ કોર્ટમાં કેસ જ નથી ચાલ્યો એવો કિસ્સો કદાચ દેશનાં ઇતિહાસમાં ક્યારે બન્યો જ નહી હોય. પરંતુ 5 ઓગષ્ટ, 2019 સુધી વિશેષ દરજ્જો ધરાવનારા રાજ્ય જમ્મુ કાશ્મીરમાં આવો જ એક કેસ કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં ધુળ ખાધા બાદ હવે સુનવણી માટે સામે આવ્યો છે. આ હાઇપ્રોફાઇલ કેસ જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટના ચેરમેન યાસીન મલિક (Yasin Malik) નો છે. યાસીન મલિક અને તેના સાથીઓ પર 25 જાન્યુઆરી, 1990 ના રોજ કાશ્મીરનાં સનત નગર વિસ્તારમાં 4 એરફોર્સ અધિકારીઓને ગોળીઓ મારીને હત્યા અને 22 લોકોને ઘાયલ કરવાનો આરોપ લાગ્યા હતા. 


સીબીઆઇએ ઓગષ્ટ 1990માં મલિક અને તેનાં સાથીઓની વિરુદ્ધ જમ્મુની ટાડા કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યો હતો, જેની સુનવણી અંગે જમ્મુ કાશ્મીર હાઇકોર્ટની સિંગલ બેંચે 1995માં તેને ગ્રાઉન્ડ પર પ્રતિબંધ લગાવી દીધો હતો જો કે કાશ્મીરમાં ટાડા કોર્ટ નહી હોવાનાં કારણે આ મુદ્દે સુનવણી જમ્મુમાં થઇ શકી નહોતી.