ચીન-પાકે. સંયુક્ત નિવેદનમાં કાશ્મીર અંગે ચિંતા વ્યક્ત કરી: ભારતે ઝાટકણી કાઢી

  • ચીન-પાકે. સંયુક્ત નિવેદનમાં કાશ્મીર અંગે ચિંતા વ્યક્ત કરી: ભારતે ઝાટકણી કાઢી
    ચીન-પાકે. સંયુક્ત નિવેદનમાં કાશ્મીર અંગે ચિંતા વ્યક્ત કરી: ભારતે ઝાટકણી કાઢી

નવી દિલ્હી : ભારત (India) એ મંગળવારે ચીનના  (China) વિદેશ મંત્રી વાંગ યી ની યાત્રા દરમિયાન ચીન અને પાકિસ્તાન (Pakistan) ના સંયુક્ત નિવેદનમાં જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) નો ઉલ્લેખ કરવા મુદ્દે બંન્નેની ઝાટકણી કાઢી હતી. આ ઉપરાંત માળખાગત સુવિધા ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર અંગે પોતાની ચિંતાને પણ ઉઠાવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ચીન-પાકિસ્તાનનાં નિવેદનમાં જમ્મુ કાશ્મીરના સંદર્ભને ફગાવતા કહ્યું કે, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.


ગત્ત અઠવાડીયે બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, બંન્ને પક્ષોએ જમ્મુ અને કાશ્મીરની સ્થિતી અંગેવિચારનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. પાકિસ્તાન પક્ષે પોતાની ચિંતાઓ, સ્થિતી અને તત્કાલ માનવીય મુદ્દાઓ સહિત સ્થિતી પર ચીની પક્ષને માહિતી આપી. બીજી તરફ ચીને કોઇ પણ એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કર્યો, જે સ્થિતીને જટીલ બનાવે છે.