રાજ્યના 216 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં 16 ઈંચથી જળબંબાકાર જેવી સ્થિતિ

  • રાજ્યના 216 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં 16 ઈંચથી જળબંબાકાર જેવી સ્થિતિ
    રાજ્યના 216 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં 16 ઈંચથી જળબંબાકાર જેવી સ્થિતિ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 216 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. મોસમનો કુલ વરસાદ 113 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે. જો કે, સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 16 ઈંચ પડ્યો છે. તો બીજી તરફ ડેડીયાપાડા અને સાગબારામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે બારડોલીમાં 5.5, માંડવીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગ, ધરમપુર, ગઢડા, સોમનાથ, ખેરગામ અને વઘઇમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. કીમ-માંડવી સ્ટેટ હાઇવે બંધ કરાયો
સોમવારે રાત્રે પડેલા ભારે વરસાદને પગલે કીમ-માંડવી સ્ટેટ હાઇવેને બંધ કરી દેવાયો છે. માંડવી અને કિમ સ્ટેટ હાઇવે પર ઉમરપાડામાં રાત્રિ દરમિયાન 16 ઈંચ વરસાદ વરસતા આમલી ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ગોડસબા અને આંબાપારડી ગામમાં પાણી ફરી વળ્યું હતું. જેના પગલે ગામના 100થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. મળતી માહિતી પ્રમાણે માંડવી અને કિમ સ્ટેટ હાઇવે પર ઉમરપાડામાં રાત્રિ દરમિયાન 13 ઈંચ વરસાદ વરસતા આમલી ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ગોડસબા અને આંબાપારડી ગામમાં પાણી ફરી વળ્યું હતું. જેના પગલે ગામના 100થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. અમદાવાદમાં પણ મેધો ધોધમાર
અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને લઈને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જેમાં હાટકેશ્વર સર્કલ, સી.ટી.એમ ઓવરબિજ, ઘોડાસર, ઈશનપુર, મણિનગર, જવાહર ચોક, વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાતા વરસાદી પાણી આઈ શ્રી ખોડિયાર મંદિરની અંદર ફરી વળ્યા છે. જેને લઇને મંદિરની અંદર દર્શન માટે આડશો મુકીને શ્રધ્ધાળુઓને રોકવામા આવ્યા છે. મણિનગરમાં શારદાબેનની વાડીથી કેનાલ સુધી નાખવામા આવેલી વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈન લાખોના ખર્ચ બાદ પણ ખરા સમયે ચાલુના કરાતા વરસાદી પાણીનો ભરાવો થયો છે.