મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો: દિગ્ગજ નેતા કૃપાશંકર સિંહે છોટી પાર્ટી

  • મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો: દિગ્ગજ નેતા કૃપાશંકર સિંહે છોટી પાર્ટી
    મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો: દિગ્ગજ નેતા કૃપાશંકર સિંહે છોટી પાર્ટી

મુંબઇ : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ (Maharashtra Congress) ને એક મોટો ઝટકો લાગ્યો છે. સુત્રો અનુસાર  કોંગ્રેસનાં મુંબઇના ધાકડ નેતા અને સૌથી મોટા ઉત્તર ભારતીય ચહેરો કૃપાશંકર સિંહે (Kripashankar Singh) આજે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.  તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને મોકલ્યા છે. કૃપાશંકર સિંહ બે દિવસથી દિલ્હીમાં કેમ્પ કરી રહ્યા હતા.


કોંગ્રેસની મહારાષ્ટ્ર ચૂંટણી માટે થઇ રહેલી સ્ક્રૂટની કમિટીની બેઠકમાં તેમણે કાશ્મીર અંગે કોંગ્રેસ માટે લેવાયેલા સ્ટેન્ડનો વિરોધ કર્યો હતો અને બહાર આવીને રાજીનામું ધરી દીધું હતું. તેમણે કર્ણાટક ભવનમાં જઇને કોંગ્રેસનાં સીનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત યોજી હતી.