BOX OFFICE હજુ પણ યથાવત છે 'સાહો'નો જલવો, જાણો વર્લ્ડ વાઇડ કેટલી થઇ કમાણી

  • BOX OFFICE હજુ પણ યથાવત છે 'સાહો'નો જલવો, જાણો વર્લ્ડ વાઇડ કેટલી થઇ કમાણી
    BOX OFFICE હજુ પણ યથાવત છે 'સાહો'નો જલવો, જાણો વર્લ્ડ વાઇડ કેટલી થઇ કમાણી

નવી દિલ્હી: બોક્સ ઓફિસ (Box Office) હાલમાં પ્રભાસ (Prabhas) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ની ફિલ્મ 'સાહો'નો જલવો યથાવત છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ફિલ્મ 'સાહો'એ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 400 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મના નિર્માતાઓએ સોમવારે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. ફિલ્મના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે 'શું તમે આનાથી મોટી બીજી કોઇ કલ્પના કરી શકો છો? સાહોએ વિશ્વ સ્તર પર 400 કરોડ પ્લસનો આંકડો પાર કરી લીધો છે.'' તમને જણાવી દઇએ કે 'બાહુબલી શૃંખલા' બાદ પ્રભાની આ પ્રથમ ફિલ્મ છે. 'સાહો' એક્શન ડ્રામા છે. જેને તે તમિલ, તેલૂગૂ અને હિંદી ભાષામાં એકસાથે શૂટ કરવામાં આવી હતી. સમાચાર છે કે ફિલ્મ 350 કરોડ રૂપિયામાં બની છે. સુજીતના ડાયરેક્શનમાં બનેલી સાહોમાં નીલ નિતિન મુકેશ, જૈકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, ટીનૂ આનંદ અને મુરલી શર્મા જેવા કલાકાર મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. 80 થી 90 દાયકાના ગેંગસ્ટર અને તેમના દ્વારા કરવામાં આવતી ક્રિમિનલ એક્ટિવિટીની આસપાસ ફિલ્મની કહાની ફરે છે. એક ખુરશીની લડાઇ, જે ફિલ્મની શરૂઆતથી માંડીને અંત સુધી ચાલે છે. શ્રદ્ધા કપૂર ફિલ્મમાં પોતાની સ્પેસમાં સારું કામ કરતી જોવા મળી રહી છે, પરંતુ હિંદી ડેબ્યૂ માટે પ્રભાસને કદાચ વધુ સારું કંટેંટ બેસ્ડ ફિલ્મ કરવી જોઇતી હતી. આ ફિલ્મ જોયા બાદ એવું લાગે છે.