ચોથા દિવસે ધીમી થઇ 'છીછોરે'ની કમાણી, જાણો કેવું રહ્યું BOX OFFICE કલેક્શન

  • ચોથા દિવસે ધીમી થઇ 'છીછોરે'ની કમાણી, જાણો કેવું રહ્યું BOX OFFICE કલેક્શન

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની ફિલ્મ 'છીછોરે' (Chhichhore)' 6 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ઓપનિંગ ડેથી માંડીને અત્યાર સુધી ફિલ્મની કમાણી બોક્સ ઓફિસ પર કંઇ ખાસ જોવા મળી રહી નથી. આમ તો આ ફિલ્મ પાસે નિર્માતાઓને ઘણી આશાઓ હતી. આ ફિલ્મમાં એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે. તો બીજી તરફ ફિલ્મમાં કોમેડિયન એક્ટર વરૂણ શર્મા ઉપરાંત નવીન શેટ્ટી, સહર્ષ કુમાર, તાહિર રાજ ભસીન, તુષાર પાંડે અને પ્રતીક બબ્બર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. અત્યાર સુધી કરી આટલા કરોડની કમાણી
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના અનુસાર આ ફિલ્મે પોતાના ઓપનિંગ ડે પર જ્યાં 7.32 કરોડ એકઠા કરવામાં સફળ રહી હતી, તો બીજા દિવસે 12.25 કરોડ, ત્રીજા દિવસે 16.41 અને ચોથા દિવસે કુલ 8.10 કરોડની કમાણી કરી છે. આ મુજબ આ ફિલ્મે અત્યાર સુધી 44.08 કરોડનો બિઝનેસ કર્યો છે, જ્યારે ફિલ્મનું બજેટ 70 કરોડની આસપાસ છે. આમ આ ફિલ્મ વધુ સારો બિઝનેસ કરી શકતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક 'સાહો'ની સીધી ઇંપેક્ટ 'છીછોરે'ની કમાણી પર જોવા મળી રહી છે.