ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર અંગે ISRO એ કહી મહત્વપૂર્ણ વાત, જાણો

  • ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર અંગે ISRO એ કહી મહત્વપૂર્ણ વાત, જાણો
    ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર અંગે ISRO એ કહી મહત્વપૂર્ણ વાત, જાણો

નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ રિસર્ચ સંગઠન ઇસરો (ISRO) એ વિક્રમ લેન્ડર (Lander Vikram) મામલે મંગળવારે કહ્યું કે, વિક્રમ સાથે સંપર્ક કરવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અંતરિક્ષ એજન્સીએ મંગળવારે ટ્વિટ કરી કહ્યું કે, ચંદ્રયાન 2 ઓર્બિટરે વિક્રમ લેન્ડરની ભાળ મેળવી લીધી છે પરંતુ હજુ સુધી એની સાથે સંપર્ક થઇ શક્યો નથી. સંપર્ક સ્થાપિત કરવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઇસરોએ જોકે એ નથી જણાવ્યું કે, ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર હાલ કેવી સ્થિતિ અને સંજોગોમાં છે. આ અગાઉ સોમવારે ઇસરોએ કહ્યું હતું કે, ચંદ્રયાન 2 નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીએ પડ્યા બાદ તૂટ્યું નથી. ઇસરોના સુત્રોએ કહ્યું હતું કે, લેન્ડર વિક્રમને જે રીતે ઉતરાણ કરવાનું હતું એ રીતે એનું ઉતરાણ થયું નથી. ઇસરોએ એ પણ કહ્યું કે, લેન્ડર વિક્રમથી સંપર્ક કરવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  ઇસરોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જેના એક દિવસ અગાઉ ઇસરોના ચેરમેન ડો. કે સિવાને કહ્યું હતું કે, ચંદ્રયાન 2 ઓર્બિટરે વિક્રમ લેન્ડરની થર્મલ ઇમેજ મોકલી છે. કે સિવાને રવિવારે કહ્યું હતું કે, અમે વિક્રમ સાથે સંપર્ક કરવાના તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. આ અંગે જલ્દી જાણકારી આપવામાં આવશે. જોકે એમણે એ પણ કહ્યું હતું કે, આ મામલે હાલ વધુ કહેવું ઉતાવળ ગણાશે.