બલદેવ કુમારને રાજકીય શરણ આપવા પર વિચાર કરી રહી છે ભારત સરકાર: સૂત્ર

  • બલદેવ કુમારને રાજકીય શરણ આપવા પર વિચાર કરી રહી છે ભારત સરકાર: સૂત્ર
    બલદેવ કુમારને રાજકીય શરણ આપવા પર વિચાર કરી રહી છે ભારત સરકાર: સૂત્ર

નવી દિલ્હી: બલદેવ કુમારને ભારત સરકાર રાજકીય શરણ આપવા પર વિચાર કરી રહી છે ભારત સરકારના સૂત્રોના અહેવાલ અનુસાર જાણકારી મળી છે. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમારે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારને લઇને ભારતમાં શરણ માગ છે. તેઓ આ સમયે તેમના પરિવાર સાથે પંજાબના ખન્ના આવેલા છે.

 

ઉલ્લેખનીય છે કે, કાશ્મીર (Kashmir)માં માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ લગાવનાર પાકિસ્તાન (Pakistan)માં જ લઘુમતીઓના અધિકારને કચડી નાખવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમારે જાતે તેનો ખુલાસો કર્યો છે. 43 વર્ષીય પૂર્વ ધારાસભ્ય હવે તેમના પરિવાર સાથે પાકિસ્તાન પરત ફરવા માગતા નથી. તેમનું કહેવું છે કે, કે પાકિસ્તાનમાં હિન્દુ-શીખ સલામત નથી.