એકાંતમાં ફરવા જતા પ્રેમી પંખીડાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, 60 યુવતીઓ સાથે થયો ગેંગ રેપ...

  • એકાંતમાં ફરવા જતા પ્રેમી પંખીડાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, 60 યુવતીઓ સાથે થયો ગેંગ રેપ...
    એકાંતમાં ફરવા જતા પ્રેમી પંખીડાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, 60 યુવતીઓ સાથે થયો ગેંગ રેપ...

મધ્યપ્રદેશ : એવા કેટલાક નરાધમો છે કે જેમના કૃત્યો રાક્ષસોને પણ શરમાવે એવા છે. અહીં એક એવી જ નરાધમ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગેંગ રેપ કરતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ એટલી હદે કામાંધ બની કૃત્યને અંજામ આપતી કે પ્રેમીની નજર સામે જ એની પ્રેમિકા પર ગેંગ રેપ કરતા. આ ગેંગે ત્રણ વર્ષમાં 60 થી વધુ ગેંગ રેપને અંજામ આપ્યો છે. બૈતૂલ પોલીસે આ ગેંગને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.  મધ્યપ્રદેશના બૈતૂલ પોલીસે આ ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગ ત્રણ વર્ષમાં 60થી વધુ યુવતીઓને પોતાનો શિકાર બનાવી ચૂકી છે. ગેંગ શહેરની બહાર એકાંતવાળા અને જ્યાં પ્રેમી જોડાઓ આવતાં હોય એવી જગ્યાઓને પસંદ કરતી અને ત્યાં યુવતીઓને શિકાર બનાવતી. એક યુવતીની ફરિયાદને આધારે પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે.  પકડાયેલ ગેંગના સાત આરોપીઓ પાસેથી પોલીસે દેશી તમંચા અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, સારણી રાનીપૂર રોડ તરફ એક ગેંગ ચિખલાર ઝરણાં અને સિહારીના જંગલમાં સૂમસામ જગ્યાએ આવનારા પ્રેમીઓ સાથે લૂંટ કરતી હતી. આ ગેંગ લૂંટ કર્યા બાદ પ્રેમીની નજર સામે જ એની પ્રેમિકા સાથે ગેંગ રેપને અંજામ આપતી હતી.