‘UNHRCમાં ભલે પાકિસ્તાન કેટલી પણ ‘કાશ્મીર... કાશ્મીર’ બૂમો પાડે, કોઇ નહીં સાંભળે’

  • ‘UNHRCમાં ભલે પાકિસ્તાન કેટલી પણ ‘કાશ્મીર... કાશ્મીર’ બૂમો પાડે, કોઇ નહીં સાંભળે’
    ‘UNHRCમાં ભલે પાકિસ્તાન કેટલી પણ ‘કાશ્મીર... કાશ્મીર’ બૂમો પાડે, કોઇ નહીં સાંભળે’

નવી દિલ્હી: પાકિસ્તાન જ્યાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારનો મામલો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. ત્યાં ગિલગીટ-બલુચિસ્તાનમાં મોટા પાયે તેમની સેના દ્વારા કરવામાં આવી રહેલા માનવાધિકારનું ઉલ્લંધનની અવગણના કરવામાં આવી રહી છે. જે પાકિસ્તાનના કબજા હેઠળ આવેલા જમ્મુ-કાશ્મીરનો એક ભાગ છે. આ સાથે જ બલુચિસ્તાનમાં પણ માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. યૂએનએતઆરસીનું 42મું સત્ર સોમવારથી શરૂ થઇ ગયું છે અને આગામી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં 19 સપ્ટેમ્બર પહેલા પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દા પર પ્રસ્તાવ જાહેર કરવાની આશા છે અને ભારત તેનો જવાબ આપવા માટે તૈયાર છે.