એચડીએફસી બેંક સૌથી સન્માનિત કંપની તરીકે ચૂંટાઇ, ટોપ થ્રીમાં મળ્યું સ્થાન

  • એચડીએફસી બેંક સૌથી સન્માનિત કંપની તરીકે ચૂંટાઇ, ટોપ થ્રીમાં મળ્યું સ્થાન
    એચડીએફસી બેંક સૌથી સન્માનિત કંપની તરીકે ચૂંટાઇ, ટોપ થ્રીમાં મળ્યું સ્થાન

નવી દિલ્હી: લગભગ 2,500 વિશ્લેષકો અને રોકાણ સાથે સંકળાયેલા વ્યાવસાયિકોએ એચડીએફસી બેંક લિ.ને એશિયા (જાપાન સિવાય)ની સૌથી સન્માનિત કંપની તરીકે ચૂંટી કાઢી છે. આ માન્યતા આ ક્ષેત્રની સૌથી આદરપ્રાપ્ત કંપનીઓ અને એક્ઝિક્યુટિવ્સના ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ એન્યુઅલ રેન્કિંગ્સનું પરિણામ છે. ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ ઑલ-એશિયા એક્ઝિક્યુટિવ ટીમ રેન્કિંગ્સ 2019 તરીકે ઓળખાતા ગ્લોબલ ફાઇનાન્શિયલ મેગેઝિનએ કંપનીઓને 4 કેટેગરીમાં ક્રમાંકિત કરી હતી, જે છે - શ્રેષ્ઠ સીઇઓ, શ્રેષ્ઠ સીએફઓ, શ્રેષ્ઠ આઇઆર પ્રોફેશનલ અને શ્રેષ્ઠ આઇઆર કંપની. એચડીએફસી બેંકને આ ચારેય કેટેગરીમાં ટોચના 3માં સ્થાન પ્રાપ્ત થયું હતું, જેના પરિણામે તેને સૌથી સન્માનપ્રાપ્ત કંપનીનો દરજ્જો પ્રાપ્ત થઈ શક્યો હતો. ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર ઑલ-એશિયા એક્ઝિક્યુટિવ ટીમ રેન્કિંગ્સ 2019 (જેમાં જાપાનનો સમાવેશ થતો નથી)માં આ વર્ષે સમગ્ર એશિયાના 18 સેક્ટરોમાંથી કુલ 1,611 કંપનીઓનું નામાંકન થયું હતું. ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર એ એક મોખરાનું વૈશ્વિક નાણાકીય પ્રકાશન છે, જે હવે તેના પાંચમા દાયકામાં પ્રવેશી રહ્યું છે. 2019ના રેન્કિંગ્સ 892 નાણાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા લગભગ 2,500 ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સના મંતવ્યોને પ્રતિબિંબિત કરે છે. આ કંપનીઓ ખાતે ખરીદીની કામગીરી કરનારા ઉત્તરદાતાઓ જાપાન સિવાય સમગ્ર એશિયાની ઇક્વિટીઝમાં અંદાજે એકંદરે 963 બિલિયન યુએસ ડૉલરનું આયોજન કરે છે.