અમદાવાદ: બોપલના એક ફ્લેટ પર વીજળી પડ્યાનો વીડિયો વાયરલ, જુઓ તસવીરો

  • અમદાવાદ: બોપલના એક ફ્લેટ પર વીજળી પડ્યાનો વીડિયો વાયરલ, જુઓ તસવીરો
    અમદાવાદ: બોપલના એક ફ્લેટ પર વીજળી પડ્યાનો વીડિયો વાયરલ, જુઓ તસવીરો

અમદાવાદ: અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઇ હતો. જેને લઇને ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. જો કે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. ત્યારે અમદાવાદમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં વીજળી પડ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આ વીડિયોને લેઇને સ્થાનિકોનું કહેવું છે કે, આજે સવારે વીજળીનો જોરદાર કડાકો સંભળાતા હતા. તે દરમિયાન એક વીજળી એપાર્ટમેન્ટ પર આવીને પડતા જ દિવાલમાં ક્રેક પડી ગઇ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, સાઉથ બોપલમાં આવેલા સારથ્ય હોમ્સના બ્લોક-A પર આજે સવારે વીજળી પડી હતી. હાલ જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીજળી પડવાના કારણે ફ્લેટના ધાબાની કોટ દિવાલના એક ખૂણે પડી હતી. જેના કારણે દિવાલનો એક ખૂણો તૂટી ગયો હતો.આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વીજળી પડવાના કારણે ફ્લેટની લિફ્ટ બંધ થઇ ગઇ હતી અને કેટલાક ઘરોમાં ઇલેક્ટ્રીકના સાધનોને પણ નુકસાન થયું છે.