અમદાવાદ: 4 ઈંચ વરાસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

  • અમદાવાદ: 4 ઈંચ વરાસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
    અમદાવાદ: 4 ઈંચ વરાસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

અમદાવાદ: શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદ શહેરમાં ગત 4 ઈંચ જેટલો વરાસદ પડ્યો હતો. દોઢ કલાકમાં 1.5 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવારે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોનું વાતાવરણ છવાયેલું છે. શહેરના વટવામાં 1.5 ઇંચ, મણીનગરમાં એક ઇંચ, ઓઢવમાં અને વિરાટનગરમાં અડધો ઇંચ તથા ચાંદખેડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે.

વરસાદને લઈને પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. હાટકેશ્વર સર્લક બેટમાં ફેરવાયું છે. તો ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં લોકોના ઘરોના ઓટલા સુધી પાણી ભરાયા છે. સીટીએમ ઓવરબિજના છેડે કુશાભાઉ ઠાકરે હોલની સામે વરસાદી પાણી ભરાયા છે. ઘોડાસર પુનિત રેલવે ફાટક પાસે વરસાદી પાણી ભરાયા છે. 

પૂર્વ વિસ્તારના ઈશનપુરની અનેક સોસાયટીઓ પાસે વરસાદી પાણી ભરાયા છે. મણિનગર જવાહર ચોક પાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સીટીએમ જામફળવાડી વિસ્તારની નીચાણવાળી કેનાલ નજીકની સોસાયટીઓમાં પણ વરસાદના પાણી ભરાયા છે. ઈશનપુર વિસ્તારમાં મિલ્લતનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. તો વસ્ત્રાલ વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે.