ધ સ્કાઇ ઇઝ પિંક ટ્રેલર રિલીઝ થતાં જ આવી ગયું ટોપ ટ્રેન્ડમાં, વખાણના બંધાયા પૂલ...

  • ધ સ્કાઇ ઇઝ પિંક ટ્રેલર રિલીઝ થતાં જ આવી ગયું ટોપ ટ્રેન્ડમાં, વખાણના બંધાયા પૂલ...
    ધ સ્કાઇ ઇઝ પિંક ટ્રેલર રિલીઝ થતાં જ આવી ગયું ટોપ ટ્રેન્ડમાં, વખાણના બંધાયા પૂલ...

નવી દિલ્હી : લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink) નું ટ્રેલર (Trailer) આજે રિલીઝ થયું છે. માર્ગરીટા વિથ અ સ્ટ્રો ફેઇમ નિર્માતા શોનાલી બોસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink) આગામી 11 ઓક્ટોબર 2019 ના રોજ થિયેટર સ્ક્રીન પર આવશે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. જે એટલું બધુ દમદાર છે કે ટ્વિટર પર વર્લ્ડ વાઇડ ટ્રેડિંગમાં આવી ગયું છે.  લાંબા સમયથી બોલીવુડથી દૂર રહેલી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) આ ફિલ્મથી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત જાયરા વસીમ (zaira wasim), ફરહાન અખ્તર (Farhan Akhtar), રોહિત સરાફ (rohit saraf) પણ મુખ્ય ભૂમિકામાં નજર આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર એટલું બધુ ઇમોશનલ છે કે ચોમેરથી વખાણના પૂલ બંધાઇ રહ્યા છે.