Single Use Plastic પ્રતિબંધ મુદ્દે આજે કેબિનેટ સચિવની મહત્વની બેઠક, થઇ શકે છે મોટો નિર્ણય

  • Single Use Plastic પ્રતિબંધ મુદ્દે આજે કેબિનેટ સચિવની મહત્વની બેઠક, થઇ શકે છે મોટો નિર્ણય
    Single Use Plastic પ્રતિબંધ મુદ્દે આજે કેબિનેટ સચિવની મહત્વની બેઠક, થઇ શકે છે મોટો નિર્ણય

નવી દિલ્હી: વડાપ્રદાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની અપીલ બાદ સિંગલ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic)વિરૂદ્ધ ચળવળ તીવ્ર બની છે. તમામ મંત્રાલયે આદેશ જાહેર કર્યો છે કે તેના વિભાગમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે. મળતી માહિતી અનુસાર સિંગલ યૂઝ પ્લાસ્ટિકને પ્રતિબંધ કરવાને લઇને આ અઠવાડીયામાં પર્યાવરણ મંત્રાલય લિસ્ટ જાહેર કરી શકે છે. મંત્રાલય તરફથી બે અલગ અલગ લિસ્ટ જાહેર કરવામાં આવશે. એક લિસ્ટમાં તે વસ્તુઓનો ઉલ્લેખ હશે જ્યાં સિંગલ યૂઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરી શકાય છે, તો બીજી યાદીમાં તે વસ્તુઓ સામેલ કરવામાં આવશે, જ્યાં તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તેને લઇને આજે કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં છેલ્લો નિર્ણય લેવામાં આશે. લિસ્ટ તૈયાર થયા બાદ સરકારની તરફથી નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવશે.