ચોટીલામાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝબ્બે

  • ચોટીલામાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝબ્બે

ચોટીલા:તા.9
ચોટીલાનાં પાચવડા ગામે મકાનમાંથી ઇગ્લીશ દારૂનું છુટક વેચાણ કરતા એક શખ્સ ને 84 હજારના મુદ્દામાલ સાથે પોલીસે પકડી તપાસ હાથ ધરેલ છે. જાણવા મળતી માહિતી મુજબ ચોટીલા પોલીસનાં કેતનભાઇ ચાવડા, નરેશભાઇ સહિતનો સ્ટાફ ને પેટ્રોલીંગ દરમિયાન હકિકત મળેલ કે પાચવડા ગામે પેટ્રોલપંપ નજીક એક વ્યક્તિ ઇગ્લીશ નું વેચાણ કરે છે જેને આધારે વોચ ગોઠવી રામસીંગ ઉર્ફે ખુરો અમરસીભાઇ સોલંકી કોળીનાં રહેણાક મકાનમાં છાપો મારી તલાશી લેતા ફળીયાનાં ઉકરડામાં છુપાવેલ એપીસોડ કલાસીક વ્હીસ્કી ની બોટલ નંગ 142 મળી આવેલ હતી પોલીસે આરોપીને મોટર સાઇકલ, મોબાઇલ, રોકડા 1800 મળી કુલ રૂ. 84.600ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોણ આમાં સામેલ છે તે અંગે તપાસ માટે રીમાન્ડ ની તજવીજ હાથ ધરેલ છે.