અમેઝોને હૈદરાબાદમાં પોતાના વિશ્વમાં સૌથી મોટા કેમ્પસનું કર્યું ઉદઘાટન

  • અમેઝોને હૈદરાબાદમાં પોતાના વિશ્વમાં સૌથી મોટા કેમ્પસનું કર્યું ઉદઘાટન
    અમેઝોને હૈદરાબાદમાં પોતાના વિશ્વમાં સૌથી મોટા કેમ્પસનું કર્યું ઉદઘાટન

નવી દિલ્હી : ઇ- કોમર્સ  ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોને બુધવારે હૈદરાબાદમાં પોતાનું વિશ્વનું સૌથી મોટા કેમ્પસનું ઉદ્ધાટન કર્યું. કંપની દ્વારા અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તે અમેરિકાની બહાર એમેઝોનની માલિકીનું એકમાત્ર કેમ્પસ છે. જેમાં 15 હજાર કર્મચારીઓ કામ કરશે. ભારતમાં એમેઝોનનાં કર્મચારીઓની સંખ્યા 62 હજારને પાર પહોંચી ચુકી છે. નિવેદન અનુસાર કુલ ક્ષેત્રફળની દ્રષ્ટી એમેઝોનની એક જ સ્થળ પર રહેલી વિશ્વની સૌથી મોટી ઇમારત છે. જેમાં 18 લાખ વર્ગ ફુટ કાર્યસ્થળ છે અને તે 30 લાખ વર્ગફુટ ક્ષેત્રમાં બનેલી છે. એમેઝોને આ કેમ્પસનું ખાતમુહર્ત 30 માર્ચ, 2016નાં દિવસે મુકી હતી.

મીડિયા સાથે વાત કરતા એમેઝોન ઇન્ડિયાના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને કન્ટ્રી મેનેજર અમિત અગ્રવાલે કહ્યું કે, હૈદરાબાદનું નવુ કેમ્પસ એમેઝોનનાં સિએટલ (યુએસ) ખાતેનાં હેડક્વાર્ટર બાદનો સૌથી મોટો ટેક્નોલોજી બેઝ પણ છે. અહીં સોફ્ટવેર ડેવપલમેન્ટ એન્જીનિયર, મશીન લર્નિંગ સાયન્ટીસ્ટ, પ્રોડક્ટ મેનેજર, ફાઇનાન્સ અને અન્ય બીજા કામો સાથે જોડાયેલા કર્મચારી છે. તેમણે જણાવ્યું કે, એમેઝોન પાસે દેશમાં 60 હજારથી વધારે કર્મચારીઓ છે. જે પૈકી ત્રીજા ભાગના કર્મચારીઓ હૈદરાબાદમાં છે.