INX મીડિયા કેસ: પી. ચિદમ્બરમને પાંચ દિવસના સીબીઆઇ રિમાન્ડ

  • INX મીડિયા કેસ: પી. ચિદમ્બરમને પાંચ દિવસના સીબીઆઇ રિમાન્ડ
    INX મીડિયા કેસ: પી. ચિદમ્બરમને પાંચ દિવસના સીબીઆઇ રિમાન્ડ

નવી દિલ્હી : પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરને કોર્ટ તરફથી કોઇ જ રાહત મળી શકી નથી. કોર્ટે ચિદમ્બરમને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. સીબીઆઇ તરફથી રજુ થયેલા સોલિસિટર જનરલ તુષામ મહેતાએ વરિષ્ઠ કોંગ્રેસી નેતાની કસ્ટડમી માંગ કરી. ચિદમ્બરમને સીબીઆિ મુખ્યમથક ખાતે ભારે સુરક્ષા વચ્ચે રાઉજ એવન્યુ કોર્ટ લાવવામાં આવ્યા.

કોર્ટની સુનવણી દરમિયાન ફરિયાદી પક્ષે કહ્યું કે, તપાસમાં ખુલાસો થયો કે, ઇંદ્રાણી મુખર્જી દ્વારા 50 લાખ ડૉલરની ચુકવણી કરવામાં આવી. ઇંદ્રાણી આ મુદ્દે એક સહ આરોપી છે. જો કે ચિદમ્બરમે સીબીઆઇ દ્વારા આ સવાલ પુછતા ઇન્કાર કરી દીધો હતો.