ગુજરાતમાં અફઘાનિસ્તાનમાંથી બે આતંકવાદી ઘુસ્યા હોવાની વાત અફવા સાબિત થઈ

  • ગુજરાતમાં અફઘાનિસ્તાનમાંથી બે આતંકવાદી ઘુસ્યા હોવાની વાત અફવા સાબિત થઈ
    ગુજરાતમાં અફઘાનિસ્તાનમાંથી બે આતંકવાદી ઘુસ્યા હોવાની વાત અફવા સાબિત થઈ

નવસારીઃ ગુજરાતમાં અફઘાનિસ્તાનમાંથી બે આતંકવાદી ઘુસ્યા હોવાની વાત અફવા સાબિત થઈ છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં આતંકવાદી ઘુસ્યા છે અને મોટો હુમલો કરવાની વાત મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે. આ સાથે જ એક યુવાનનો સ્કેચ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગુપ્તચર એજન્સીઓએ પણ આતંકવાદી ઘુસ્યાના ઈનપુટ આપ્યા બાદ ગુજરાતની રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલી બોર્ડર સીલ કરવામાં આવી હતી.

જોકે, સુરતના એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીર જેવા યુવકો વડોદરાથી નવસારી જતી બસમાં જોતાં સુરતના પોલીસ કન્ટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી. જાગૃત નાગરિકના ફોન પછી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને નવસારી SOGએ તપાસ કરતાં આ બંને યુવકો અફઘાનિસ્તાનના હવાનો ખુલાસો થયો છે. 
 
આ બંને યુવાનોને પોલીસ સ્ટેશન લાવીને તેમની પાસે રહેલા દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા અને એજન્સીઓ સાથે પણ તેનું વેરિફિકેશન કરાયા પછી તેમને જવા દેવાયા છે. આ યુવાનો પાસે વિદેશી ચલણ હતું. અફગાનિસ્તાનના વિદ્યાર્થીઓ કાબુલથી દિલ્હી પ્લેન મારફતે આવ્યા હતા. દિલ્હીથી વડોદરા ટ્રેન મારફતે આવી  અને વડોદરાથી બસમાં નવસારી આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ યુવાનો નવસારી એગ્રીકલ્ચર કોલેજમાં માસ્ટર ડીગ્રીનો અભ્યાસ કરવા આવ્યા છે.