કોગ્રેસના કાર્યકર પોતે રાજીવ ગાંધી બની ગામડાના સપના સાકાર કરવાનો સંકલ્પ કરીએ: પરેશ ધાનાણી

  • કોગ્રેસના કાર્યકર પોતે રાજીવ ગાંધી બની ગામડાના સપના સાકાર કરવાનો સંકલ્પ કરીએ: પરેશ ધાનાણી
    કોગ્રેસના કાર્યકર પોતે રાજીવ ગાંધી બની ગામડાના સપના સાકાર કરવાનો સંકલ્પ કરીએ: પરેશ ધાનાણી

અમદાવાદ: ભારતના પુર્વ વડાપ્રધાન રાજીવગાંધીની 75મી જન્મ જયંતીની ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સુચનાને આધારે ગુજરાત કોંગ્રેસ સતત એક વર્ષ સુધી મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી અને રાજીવ ગાંધીની 75મી જન્મ જયંતી ઉજવશે. આજે રાજીવ ગાંધીની પ્રતિમાને કોંગ્રેસના નેતાઓ પુષ્પાંજલી કરી શ્રધ્ધાંજલી પાઠવી છે. આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા પોસ્ટ વિભાગની મદદથી રાજીવ ગાંધી અને મહાત્મા ગાંધીની જન્મ જયંતી વર્ષ નિમિત્તે ટપાલ ટીકીટ પણ બહાર પાડી ગુજરાત કોગ્રેસ દ્રારા રાજીવ ગાંધીની જીવનપર ખાસ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવામાં આવી. જેમાં રાજીવ ગાંધીએ સક્રિય રાજકારણમાં આવ્યા બાદ દેશ માટે લીધેલા નિર્ણયનો જેમાં સંચાર ક્રાંતી, પંચાયતી રાજમાં સત્તાનું વિકેન્દ્રીકરણ, યુવાનોને મતનો અધિકાર, શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના, શાંતી માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કર્યો છે.