વડોદરા: વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો

  • વડોદરા: વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો
    વડોદરા: વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો

વડોદરામાં વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો. છેલ્લા 15 દિવસમાં 7000થી વધુ લોકોને ઝાડા ઉલટી, તો 15 હજારથી વધુ લોકોને તાવ આવ્યો છે. પરંતુ મચ્છરજન્ય રોગચાળો જેવો કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલુ માસમાં માત્ર મલેરિયાના 16 કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે. જયારે ડેન્ગયુ કે ચિકનગુનિયાનો કેસ નથી નોંધાયો. વડોદરાના સરકારી એસ.એસ.જી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોને કલાકો બાદ નંબર આવી રહ્યો છે. તો શહેરના ખાનગી દવાખાનાના પણ આવા જ હાલ છે. શહેરના વારસિયા, યાકુતપુરા, નવાયાર્ડ, આજવા રોડ, વાઘોડિયા રોડ, છાણી સહિત અનેક વિસ્તારમાં ફેલાયો રોગચાળો ફેલાયો છે.