Love Is Blind: 34 વર્ષની મહિલાના પ્રેમમાં પાગલ 19 વર્ષનો યુવક, આપી જાનથી મારી નાખવાની ધમકી

  • Love Is Blind: 34 વર્ષની મહિલાના પ્રેમમાં પાગલ 19 વર્ષનો યુવક, આપી જાનથી મારી નાખવાની ધમકી
    Love Is Blind: 34 વર્ષની મહિલાના પ્રેમમાં પાગલ 19 વર્ષનો યુવક, આપી જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદમાં પ્રેમ સંબંધને લઇને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 34 વર્ષની મહિલા અને 19 વર્ષના યુવાન વચ્ચે પ્રેમ સંબંધ હતા. 4 વર્ષ પહેલા જ્યારે યુવાન 15 વર્ષનો હતો ત્યારે તેના અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જો કે, આ યુવાન અવારનવાર મહિલાને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો અને ધમકી આપતા કહ્યું હતું કે, તુ મારી સાથે લગ્ન નહી કરે તો હું તેને ઉઠાવી જઇશ અને જાનથી મારી નાખીશ.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં રહેતી 34 વર્ષની મહિલાએ 2004માં પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2016માં તેણે છૂટાછેડા લીધા હતા. તેને એક 13 વર્ષના દિકરો પણ છે. જો કે, વર્ષ 2015માં આ મહિલા ભાવનગરમાં રહેતા ગૌરાંગના સંપર્કમાં આવી હતી. જો કે તે સમયે ગૌરાંગ 15 વર્ષનો હતો. ત્યારબાદ બંને અવારનવાર એક બીજાને મળતા હતા જેથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે, બંને લગ્ન કરવા માગતા હોવાથી મહિલા ગૌરાંગના પરિવારને મળવાની વાત કરતી ત્યારે ગૌરાંગ બહાનું બતાવી વાતને ટાળતો હતો.