સુરેન્દ્રનગરમાં જમવાની બબાલમાં મૃતકે લાફો મારતા ધોકાથી ઢીમઢાળી

  • સુરેન્દ્રનગરમાં જમવાની બબાલમાં મૃતકે લાફો મારતા ધોકાથી ઢીમઢાળી

વઢવાણ:તા.19
યુવાનનું માથામાં લાકડાના ધોકાથી ગંભીર ઈજા કરી ખુન કરી નાશી જનાર ઈસમને ગણતરીના લોકલ ક્રાઈમ બ્રાન્ચ-સુરેન્દ્રનગરે પતી પાડયો હતો.
એલ.સી.બી.સુરેન્દ્રનગર નાઓને મોડી રાત્રીના મરણજનાર નરેશ ઉર્ફે રાણો વાલજીભાઈ વાઘેલા(ઉ.વ.28)(રહે.સોમાસર તા.મુળી)વાળાને આરોપી અનીલ ઉર્ફે કાળુ રમણભાઈ મકવાણા (રહે.જોરાવરનગર) વાળો જમવા બાબતે બોલાચાલી કરી માથામાં લાકડાના ધોકા વતી ગંભીર ઈજા કરી મોત નિપજાવી નાશી ગયેલા હતો. આકામના આરોપીને તાત્કાલીક શોધી અટક કરવા માટે પો.ઈન્સ.શ્રી ડી.એમ.ઢોલે સાથે રહી સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી.ટીમ દ્વારા આરોપી અનીલ ઉર્ફે કાળુ એસ/ઓ રમણભાઈ મોતીભાઈ મકવાણા જાતે.અનુ.જાતિ (ઉ.વ.30)(ધંધો મજુરી જોરાવરનગર હનુમાર ચોક શેરીનં,6જી સુરેન્દ્રનગર )વાળાને સુરેન્દ્રનગર દેરાસર ચોક નજીક નવા બનતા બ્રીજ નીચેથી પકડી પાડી પુછપરછ કરતા મરણજનાર સાથે જમવા જેવી સામાન્ય વાતમાં બોલાચાલી થતા મને લાફો મારતા હુ ઉશ્કેરાઈ ગયેલ અને ત્યા લાકડાનો ધોકો પડેલ જેનાથી નરેશ ઉર્ફે રાણાને માથામા ધા મારતા તેને લોહી નીકળતા નીચે પડી જતા પોતે બીકના લીધે નાશી ગયાની કબુલાત આપતા આરોપીને સી.આર.પી.સી.કલમ-41(1) આઈ,મુજબ અટક કરી સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ખાતે સોપી આપતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.