‘કભી-કભી’ અને ‘ઉમરાવ જાન’ જેવી ફિલ્મોનાં સંગીતકાર ખૈય્યામનું 92 વર્ષની વયે નિધન

  • ‘કભી-કભી’ અને ‘ઉમરાવ જાન’ જેવી ફિલ્મોનાં સંગીતકાર ખૈય્યામનું 92 વર્ષની વયે નિધન
    ‘કભી-કભી’ અને ‘ઉમરાવ જાન’ જેવી ફિલ્મોનાં સંગીતકાર ખૈય્યામનું 92 વર્ષની વયે નિધન

મુંબઇ: 'કભી-કભી' અને 'ઉમરાવ જાન' જેવી ફિલ્મોનાં દિગ્ગજ સંગીતકાર મોહંમદ જહુર 'ખૈય્યામ'નું 92 વર્ષની વયે મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં સોમવારે નિધન થયું છે. તેઓને ફેફસામાં ઇન્ફેક્શનનાં કારણે છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેઓને પદ્મ ભૂષણ અને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતાં. 90માં જન્મદિવસ પર ટ્રસ્ટ બનાવ્યું હતું
વર્ષ 2016મા 90મા જન્મદિવસ પર ખૈય્યામે બોલિવૂડને એક અનોખી રિટર્ન ગિફ્ટ આપી હતી. તેમણે જીવનભરની કમાણી કેપીજે (ખૈય્યામ પ્રદિપ જગજીત ટ્રસ્ટ, પ્રદિપ, ખૈય્યામના દીકરાનું નામ છે, જ્યારે જગજીત કૌર તેમની પત્નીનું નામ છે) ટ્રસ્ટને નામે કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ ટ્રસ્ટને 12 કરોડની રકમ આપી હતી. આ પૈસામાંથી જરૂરિયાતમંદ કલાકારોને મદદ કરવામાં આવશે. મુખ્ય ટ્રસ્ટી ગઝલ ગાયક તલત અઝીઝ તથા તેમના પત્ની બીના બન્યાં હતાં. બીજા વિશ્વ યુદ્ધમાં એક સિપાહીનાં રૂપમાં પોતાની સેવાઓ આપી
ખય્યામએ કભી-કભી, ઉમરાવ જાન, ત્રિશૂલ, નૂરી, બાઝાર, રઝિયા સુલ્તાન જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું. 'ઇન આંખો કી મસ્તી કે', 'બડી વફા સે નિભાઇ હમને..', 'ફિર છિડી રાત બાત ફુલો કી' જેવા ગીત રચનારા ખૈય્યામનું અંગત જીવન સંઘર્ષભર્યું રહ્યું. બીજા વિશ્વ યુદ્ધમાં એક સિપાહીનાં રૂપમાં પોતાની સેવાઓ આપી હતી
18 ફેબ્રુઆરી, 1927માં પંજાબના નવાશહેરમાં જન્મેલા ખૈય્યામે કરિયરની શરૂઆત 1947માં કરી હતી. તેમનું પૂરું નામ મોહમ્મદ ઝહૂર ખૈય્યામ છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે કે એલ સહગલમાંથી પ્રેરણા લઈને તેઓ હિરો બનવા માગતા હતાં. મુંબઈ આવ્યા તો તેમને તેમના ગુરુ તથા સંગીતકાર હુસ્નલાલ-ભગતરામે પ્લેબેકમાં તક આપી હતી. તે ગીતમાં તેમની કો-સિંગર જોહરા હતાં. તેમની પહેલી કમાણી 200 રૂપિયા હતી. ‘ઉમરાવ જાન’ માટે ખૈય્યામને બેસ્ટ મ્યૂઝિક ડિરેક્શનનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને ‘કભી કભી’ તથા ‘ઉમરાવ જાન’ માટે બેસ્ટ મ્યૂઝિકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2011માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.