સતાધારના મહંત જીવરાજ બાપુ દેવલોક પામ્યા,93 વર્ષની ઉંમરે મહંત જીવરાજ બાપુનું નિધન

  • સતાધારના મહંત જીવરાજ બાપુ દેવલોક પામ્યા,93 વર્ષની ઉંમરે મહંત જીવરાજ બાપુનું નિધન
    સતાધારના મહંત જીવરાજ બાપુ દેવલોક પામ્યા,93 વર્ષની ઉંમરે મહંત જીવરાજ બાપુનું નિધન

સતાધાર: સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા છે. જીવરાજબાપુ સતાધારના 7મા મહંત હતાં. છેલ્લા થોડાક સમયથી જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. મંગળવારે સવારે જીવરાજબાપુના પાર્થિવ દેહની પાલખી યાત્રા યોજાશે. આ પાલખીયાત્રામાં મોટાભાગના સાધુ સંતો જોડાશે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જીવરાજ બાપુને સતાધારની જગ્યામાં સમાધિ અપાશે. ગત રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવરાજ બાપુની તબિયત પૂછી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા જીવરાજ બાપુને ન્યુમોનિયા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.