પીએમ મોદીએ ટ્રમ્પ સાથે કરી વાતચીત, નામ લીધા વગર પાક પર સાધ્યું નિશાન

  • પીએમ મોદીએ ટ્રમ્પ સાથે કરી વાતચીત, નામ લીધા વગર પાક પર સાધ્યું નિશાન
    પીએમ મોદીએ ટ્રમ્પ સાથે કરી વાતચીત, નામ લીધા વગર પાક પર સાધ્યું નિશાન

જમ્મુ કાશ્મીરના મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે ટેન્શન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગભગ 30 મિનિટ સુધી વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર ક્ષેત્રમાં તણાવ ઉભો કરવાનો આરોપ લગાવ્યો હતો. બંને નેતાઓ વચ્ચે ક્ષેત્રિય શાંતિ સિવાય દ્વિપક્ષીય મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે કેટલાક નેતાઓ દ્વારા ભારત સામે ભડકાઉ નિવેદન ક્ષેત્રિય શાંતિ માટે લાભકારી નથી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ આતંક અને હિંસાથી મુક્ત વાતાવરણના નિર્માણ ઉપર ભાર આપ્યો હતો અને કહ્યું હતું કે આવા વાતાવરણમાં સરહદ પાર આતંકવાદનું કોઈ સ્થાન ન હોવું જોઈએ