દુધરેજ વડવાળા મંદિરના યુવા સંત - ગોવાળને માર મારનાર ફોજદાર - ચારેય પોલીસ કર્મચારીની બદલી

  • દુધરેજ વડવાળા મંદિરના યુવા સંત - ગોવાળને માર મારનાર ફોજદાર - ચારેય પોલીસ કર્મચારીની બદલી

વઢવાણ તા. 19
સુરેન્દ્રનગર - દુધરેજ વડવાળા મંદિરના ગોવાળ અને યુવા સંત પર હુમલો કરનાર પી.એસ.આઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓની બદલી કરી નાંખવામાં આવતા માલધારી સમાજ - રબારી સમાજ દ્વરા થનાર મોન રૈલી સહિતના કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા હતા.
આ અંગેની વિગત જોતા સુરેન્દ્રનગરનું દુધરેજ ગામે આવેલ વડવાળા દેવનું મંદિર જે રબારી સમાજનું ગુરૂ દ્વારા તથાવડવાળા દેવ બીરાજમાન છે આ વડવાળા મંદિરનું ગાયોનું ધણ લઇ ગવાળ રામભાઇ અને લક્ષ્મણભાઇ શનિવારે ગયા હતા, જોરાવરનગર પીએસઆઇ વરૂ અને સ્ટાડ દરોડો પાડવા જતા હતા
સાંજની આરતી સમય હોય ગાયોને ગૌશાળામાં મુકવા જતા ત્યારે રસ્તા ઉપરથી પસાર થતચા ધણને કારણે પોલીસને રોકાવું પડયું હતું આથી ગાયોને હટાવવાનું કહેતા બોલાચાલી થયા બાદ પીએસઆઇ વરૂ અને સ્ટાફે વડવાળા દેવ મંદિરના સંત અને ગોવાળ ઉપર રોફ કરી માર માર્યો હતો જેથી બંને સારવારમાં ખસેડયા હતા.જેના ઘેરા પડઘા પડતા આજે રબારી સમાજના યુવકો સવારે 10 વાગ્યે મંદિરના મહંત કનીરામ બાપુ, કોઠારી સ્વામી મુકદરામબાપુ પ્રેમદાસ બાપુની આગેવાનીમાં રેલી નીકળનાર હતી. રબારી સમાજના અગેવાનો ધનશ્યામભાઇ તેમજ ભાનુભાઇ રબારી, અશોકભાઇ વિગેરે સહિત વિશ્ર્વ હિન્દુ પરિસદના પ્રમુખ નરેશભાઇ શુકલ વિગેરે હજારો કાર્યકરો જોડાયા હતા.
આ અંગે જિલ્લા પોલીસ વડા બગડીયાએ મંદીરે આવી મહંત રામબાપુ વિશ્ર્વ હિન્દુ પરિષદના નરેશભાઇ શુકલ રબારી સમાજના અગેવાન સાથે બેઠક કરી હતી. આ સમયે પીએસઆઇ વરૂએ જણાવ્યું કે હુ માલધારી સમાજનો દિકરો છું સંત ગોવાળને મારવાનું વિચારી ન શકુ તેમ છતાં ધાર્મિક જગ્યાની લાગણી દુભાઇ હોય તો કનીરામ બાપુ વડવાળા મંધ્રિ તેમજ રબારી સમાજની માફી માંગવા તૈયાર છું
આમ, કહેતા કનીરામ બાપુએ જણાવ્યુ કે વડવાળા દેવ સાગર છે માફી આપનાર છે છતાં પોલીસ વડી તપાસ કરી પગલા લેવાની ખાત્રી આપી છે. એટલે મૌન રેલી સહિતના કાર્યક્રમો મોકુફ રખાયા હતા. દરમિયાન જીલ્લા પોલીસે આપેલી ખાત્રી મુજબ રાત સુધીમાં પીએસઆઇ વરૂ તથા ચારેય પોલીસ કર્મચારીઓની બદલી કરી નાંખતા હાલ પુરતો મામલો શાંત થયો છે.