હજુ વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

  • હજુ વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
    હજુ વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: હજુ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ધોધમાર વરસાદ વરસતા ગુજરાતના 49 તાલુકાઓમાં અત્યાર સુધીમાં 40 ઇંચ થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 110 તાલુકાઓમાં 20થી 40 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 86 તાલુકાઓમાં 10થી 20 ઇંચ અને 6 તાલુકાઓમાં સૌથી ઓછો 5થી 10 ઇંચ વરસાદ પડ્યો છે. ઝોન મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1480 મિમી અને સૌથી ઓછો કચ્છમાં 410 મિમી વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ રહ્યો છે. જ્યારે આ વરસાદી સિસ્ટમથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે. જ્યારે અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં પણ હળવા વરસાદ, જ્યારે બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, વડોદરા, મહીસાગરમાં પણ હળવાથી સામાન્ય વરસાદ અને જામનગર, દ્વારકા ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી