બ્રાન્ડેડ ચોકલેટ, દેશી ઘી, માવાના પેંડા, દૂધના નમુના લેતું આરોગ્યતંત્ર

  • બ્રાન્ડેડ ચોકલેટ, દેશી ઘી, માવાના પેંડા, દૂધના નમુના લેતું આરોગ્યતંત્ર
    બ્રાન્ડેડ ચોકલેટ, દેશી ઘી, માવાના પેંડા, દૂધના નમુના લેતું આરોગ્યતંત્ર

રાજકોટ તા,14
જન્માષ્ટમીના તહેવારોની શરુઆત થઈ ચુકી છે ત્યારે જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફુડ વિભાગ દ્વારા શહેરમાં ફરસાણના ધંધાર્થીઓ તેમજ મોલ અને સુપરમાર્કેટમાં ચેકિંગ કામગીરી હાથ ધરી પાંચ બ્રાન્ડેડ ચોકલેટ તેમજ લુઝ મીક્સ દૂધ માવાના પેંડા અને દેશી ઘીના નમુના લઇને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
ફુડ વિભાગ દ્વારા એવન્યુ સુપર માર્કેટમાંથી નેસલે કિટકેટ, ક્ધિડજોય તેમજ સ્વીટ સેન્ટર જવાહર રોડ ખાતેથી અમુલ ડાર્ક ચોકલેટ, નેસલે મિલકીબાર ચોકલેટ અને આકાશ એન્ટરપ્રાઈઝ રૈયા રોડ ખાતેથી ડ્યુક્સ ટ્રકલ કેરેમલ ફીલ્ડ ઈન ચોકો સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતા. જ્યારે મહેશ વિજય ડેરીફાર્મ, ગાયત્રી ડેરી ફાર્મ, મારૂતી સોપીંગ સેન્ટરમાંથી દેશી ઘી લુઝ, સીંગદાણા લુઝ, માવાના પેંડા લુઝ અને મીક્સ લુઝ દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ફુડ વિભાગ દ્વારા મહાવિર ગાઠિયા, અરિહંત ફરસાણ, ભગવતી સ્વીટ એન્ડ નમકીન, બાલાજી ફરસાણ, હરભોલે ડેરી, મયુર ભજિયા, જોકર પેટિસ અને રસીકભાઈ ચેવડાવાળા સહિતના ધંધાર્થીઓને ત્યાંથી 36 કિલો દાઝ્યું તેલ તેમજ એક્સપાયર થયેલ બ્રેડના 9 પેકેટ જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરોકત કામગીરી આરોગ્ય વિભાગના અધિકારી ડો.પંકજ પી.રાઠોડ, ફુડ ઈન્સ્પેકટર અમિત પંચાલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.