હેમંત ચૌહાણ-સંગીતા લાબડીયા સહિત અનેક લોક ગાયક-ગાયિકાઓ અને એક્ટર્સ ભાજપમાં જોડાયા

  • હેમંત ચૌહાણ-સંગીતા લાબડીયા સહિત અનેક લોક ગાયક-ગાયિકાઓ અને એક્ટર્સ ભાજપમાં જોડાયા
    હેમંત ચૌહાણ-સંગીતા લાબડીયા સહિત અનેક લોક ગાયક-ગાયિકાઓ અને એક્ટર્સ ભાજપમાં જોડાયા

અમદાવાદઃ ભાજપના સદસ્યતા અભિયાન વૃદ્ધિ અંતર્ગત આજે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાતના જાણીતા લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, લોકગાયક-ગાયિકા તથા ગુજરાતી ફિલ્મોના અભિનેતા-અભિનેત્રી ભાજપમાં જોડાયા હતા. જેમાં હેમંત ચૌહાણ, બંકિમ પાઠક, ભાવનાબેન લાબડીયા, સંગીતાબેન લાબડીયા, બિહારી હેમુભાઇ ગઢવી, ધનરાજભાઇ ગઢવી, અમુદાન ગઢવી, કિરીટદાન ગઢવી, શ્યામલ મુન્શી-સૌમિલભાઇ સહિતના કલાકારોનો સમાવેશ થાય છે.