સી.એમ. રૂપાણીએ છોટાઉદેપુરમાં ધ્વજવંદન કર્યુ, રાજ્યની અનેક ઉપલબ્ધીઓ ગણાવી

  • સી.એમ. રૂપાણીએ છોટાઉદેપુરમાં ધ્વજવંદન કર્યુ, રાજ્યની અનેક ઉપલબ્ધીઓ ગણાવી
    સી.એમ. રૂપાણીએ છોટાઉદેપુરમાં ધ્વજવંદન કર્યુ, રાજ્યની અનેક ઉપલબ્ધીઓ ગણાવી

ગુજરાતની રાજયકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં થઇ રહી છે. આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણી છોટાઉદેપુરમાં ધ્વજ વંદન કરશે. સ્વાતંત્ર્યદીન પૂર્વ સી.એમ. રૂપાણીએ રાજ્યજોગ સંદેશો પાઠવ્યો હતો. આ સંદેશમાં તેમણે અનેક મુદ્દે ચર્ચા કરી, તેમણે કહ્યું હતું 72 વર્ષ પહેલાં બે ગુજરાતી ગાંધી-સરદારે સ્વરાજ અપાવ્યું, 72 વર્ષ બાદ બે ગુજરાતી સપૂત મોદી-શાહે પૂર્ણ સ્વરાજ અપાવ્યું. દરમિયાન આજે 73માં સ્વાકતંત્ર્યદિનની પૂર્વ સંઘ્યાએ સી.એમ. રૂપાણીએ છોટાઉદેપુરમાં રાજ્યરકક્ષાની સ્વાતંત્ર્યદિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે છોટાઉદેપુરમાં ધ્વજ વંદન કરી અને રાજ્યને સંબોધન કર્યુ હતું. સી.એમ. રૂપાણીએ પોતાના ભાષણમાં ગુજરાતની ઉપલબ્ધીઓ ગણાવી હતી. તેમણે કહ્યું, “આઝાદીની લડાઈમાં બોઝથી લઈને સાવરકર સુધી અનેક લોકોએ દેશનું નેતૃતવ કરી દેશને મહામુલી આઝાદી અપાવી. દેશ માટે મર મીટનાર તમામ વીરોને નમન કરવાનો આ અવસર છે. 1947માં આપણને સ્વરાજ મળ્યું પરંતુ કાશ્મીરની કલમ-370 અને 35-Aની કલમે દેશમાં અલગતાવાદ ઊભો કર્યો. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યું હતું કે 'એક દેશમે દો વિધાન, દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા નહીં ચલેગા' અલગતાવાદના કારણે કાશ્મીરમાં આતંકવાદ ખીલ્યો, ભારતનું સ્વર્ગ નરક બન્યું. આ તમામ સમસ્યાના કારણે આપણને સ્વરાજ મળ્યું છતાં કાશ્મીર ભારતનો ભાગ ન બની શક્યું, વિકાસથી વંચિત રહી ગયું. 72 વર્ષ પહેલાં દેશના બે વીર સપૂતો ગાંધી-સરદારે સ્વરાજ અપાવ્યું અને આઝાદીના 72 વર્ષ બાદ કાશ્મીરમાંથી કલમ 370 અને 35-Aનો ખાત્મો બોલાવી પૂર્ણ સ્વરાજ અપાવ્યું.” સી.એમ. રૂપાણીએ રાજ્યની સરકાર નિર્ણાયક સરકાર હોવાની વાત મૂકતાં જણાવ્યું કે આ સરકાર લોકોની છે, સંવેદનશીલ, પારદર્શી, નિર્ણાયક છે. 3 વર્ષના શાસનમાં પેન્ડીંગ રહેલા અનેક કામો સરકાર કર્યા. 600થી વધુ નિર્ણયો કરીને લોકોના કામો કર્યા છે. છોટાઉદેપુરમાં ધ્વજવંદન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ છોટાઉદેપર ખાતે 73માં સ્વાતંત્ર્યદિન નિમીતે ધ્વજવંદન કર્યુ હતું. તેમણે રાજ્ય કક્ષાના ધ્વજ વંદનના કાર્યક્રમમાં ગુજરાતની ઉપલબ્ધીઓ ગણાવી હતી. તેમણે ટાંક્યું હતું કે અનેક ક્ષેત્રોમાં ગુજરાત દેશમાં નંબર-1 છે. તેમણે આ તકે રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. સી.એમ.રૂપાણીએ કહ્યું હતું કે નર્મદા યોજના પૂરી થયા બાદ પહેલી વાર સરદાર સરોવર ભરાયો અને નર્મદા યોજનામાં રોડા નાખનારા લોકોના હાથ પણ હેઠા થયા. રાજ્યની પ્રગતિ આવી રીતે જ સતત થ