73માં સ્વતંત્રત પર્વ: : વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત - 3 સેનાનાં સેનાપતિ હશે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ'

 • 73માં સ્વતંત્રત પર્વ: : વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત - 3 સેનાનાં સેનાપતિ હશે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ'
  73માં સ્વતંત્રત પર્વ: : વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત - 3 સેનાનાં સેનાપતિ હશે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ'
 • 73માં સ્વતંત્રત પર્વ: : વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત - 3 સેનાનાં સેનાપતિ હશે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ'
  73માં સ્વતંત્રત પર્વ: : વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત - 3 સેનાનાં સેનાપતિ હશે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ'
 • 73માં સ્વતંત્રત પર્વ: : વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત - 3 સેનાનાં સેનાપતિ હશે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ'
  73માં સ્વતંત્રત પર્વ: : વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત - 3 સેનાનાં સેનાપતિ હશે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ'

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 73માં સ્વતંત્રતા દિવસે છઠ્ઠી વખત લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો છે. આ દિવસે તેમણે કહ્યું કે, આઝાદી બાદ પણ દેશ માટે જેમણે યોગદાન આપ્યું છે, તે સૌને મારા નમન, આઝાદી માટે જેમને જવાની આપી, જેલમાં જીવન વિતાવ્યું, બલિદાન આપ્યું તે દરેકને મારા આદરપૂર્વક વંદન. આજે રક્ષા બંધન પણ છે. પાવન પર્વ આજે તમામ ભાઈ બહેનો માટે સ્નેહથી ભરેલો હોય આશા અને આકાંક્ષાપૂર્ણ હોય. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવીને અમે સરદાર પટેલનું સપનું પુરુ કર્યું છે. અનુચ્છેદ 370ને હટાવવો ત્રણ તલાક વિરોધી કાયદો બનાવવો અને આતંકવાદ વિરોધી લડાઈ મજબૂત કરવા જેવા પગલા ભરવા , ખેડૂતો માટે પેન્શન યોજના શરૂ કરી છે. દેશમાં જળસંરક્ષણની જરૂર છે. આ માટે જળ શક્તિ મંત્રાલય બનાવાયું છે. બાળકો સાથેના અપરાધને સહન નહીં કરવામાં આવે. તેને રોકવા માટે કડક કાયદો બનાવાયો. 2019 બાદનો સમય દેશની આકાંક્ષાઓને પુરો કરવાનો છે.
આ સાથે જ મુગલકાલિન કિલ્લા પર મોદી સૌથી વધારે ધ્વજારોહણ કરવાના મામલામાં તેઓ ચોથા પણ પહોંચી ગયા હતા. અટલબિહારી વાજપેયી(6) બાદ મોદી સિદ્ધી હાંસિલ કરનારા બીજા બિન કોંગ્રેસી નેતા છે. પહેલા નંબર પર દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરું છે, જેમણે 17 વખત લાલ કિલ્લા પરથી તિંરગો લહેરાવ્યો છે. બીજા નબંરે ઈન્દિરા ગાંધી છે, જેમને 16 વખત આ તક મળી છે. મનમોહનસિંહ ત્રીજા નંબરે છે. હું મારા અધિકારીઓને વારંવાર કહું છું કે, આઝાદીના આટલા વર્ષો બાદ સરકારની જે દરમિયાગીરી છે સામાન્ય નાગરિકો વચ્ચે શું આપણે તે દરમિયાનગીરીને ઓછી ન કરી શકીએ. આઝાદ ભારતનો અર્થ એ છે કે સરકાર લોકોના જીવનમાંથી બહાર આવે અને લોકો પોતાના જીવનમાં, પરિવાર માટે અને પોતાના સપનાઓને પુરા કરવા માટે આગળ વધી શકે. ભ્રષ્ટાચાર ઊધઈની જેમ આપણા જીવનમાં ઘુસી ચુક્યો છે. આ બિમારી એટલી હદે ફેલાઈ ચુકી છે જેને ઠીક થતા ઘણો સમય લાગી શખે છે. હું માનું છું કે, વ્યવસ્થાઓમાં પરિવર્તનની જરૂર છે, પરંતુ એ પહેલા સામાજીક જીવનમાં પરિવર્તન જરૂરી છે. દેશ આઝાદીના આટલા વર્ષો બાદ પરિપક્વ થયો છે. આપણે આઝાદીનું 75માં વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ.
જે કામ 70 વર્ષમાં થયું નથી તે અમે 70 દિવસમાં કરી બતાવ્યું છે. સબકા સાથ, સબકા વિકાસના મંત્રને લઈ અમે ચાલતા હતા, જોકે 5 વર્ષમાં દેશવાસીઓએ સબકા વિશ્વાસના રંગથી સમગ્ર માહોલને રંગી દીધો. 2014થી 2019 જરૂરીયાતોને પુરી કરવાનો સમય હતો, 2019 બાદનો ગાળો દેશવાસીઓની આકંક્ષાઓની પૂર્તિનો સમય છે, તેમના સપના પુરા કરવાનો સમય છે. અમે દેશ બદલી શકીએ છીએ, અમે પાછળ ન રહી શકીએ. આપણે પડકારને સામેથી સ્વીકાર કરવો પડશે. ક્યારેક રાજકીય નફા નુકસાનથી આપણે નિર્ણય કરીએ છીએ, પરંતુ આ દેશની ભાવિ પેઢીનું નુકસાન છે. આની સાથે જોડાયેલો એક વિષય છે આપણા અહીં જનસંખ્યા વિસ્ફોટ થઈ રહ્યો છે. એક જાગૃત વર્ગ જ આ સમસ્યાને સમજી શકે છે. તે પોતાના બાળકને જન્મ આપતી વખતે સો વખત વિચારે છે કે બાળકના સપના પુરા કરી શકીશ કે નહીં, તેની જરૂરિયાતને પુરી કરી શકીશ કે નહીં. એક નાનો વર્ગ આ તમામ પાસાઓ વિચારીને પરિવારનું આયોજન કરે છે અને દેશનું ભલું કરવામાં પોતાનું યોગદાન આપે છે. નાના પરિવાર સુખી પરિવાર રાખીને તેઓ દેશનું સન્માન કરે છે.