આટકોટના દડવા પાસે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડતી આરઆરસેલ

  • આટકોટના દડવા પાસે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડતી આરઆરસેલ
    આટકોટના દડવા પાસે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડતી આરઆરસેલ

આટકોટ તા. 14
આટકોટના દડવા ગામની સીમમાંથી રાજકોટ સાયબર સેલની ટીમે દરોડો પાડી રૂા. 5.67 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડયો હતો જયારે ટ્રક ચાલક સહિત બે આરોપીઓ નાસી છુટયા હતા.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ સાયબર સેલની ટીમે બાતમીના આધારે આટકોટ - ગોંડલ હાઇ - વે પર દડવા ગામની સીમમાં વીર વચ્છરાજ હોટલ પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડયો હતો પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલો નં- 1613 કિ. 5,67,900 તથા ટ્રક મળી કુલ રૂા. 20,68,900નો મુદામાલ કબ્જે કરી હેડ કોન્સ. સંદિપસિંહ રાઠોડે આટકોટ પોલીસ મથકમાં ટ્રક માલીક મોહમદ જાવેદ ફઝરૂદીન અને ટ્રક ડ્રાઇવર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ રેન્જની ટીમને બાતમી મળી હતી કે દારૂ ભરેલો ટ્રક આવવાનો છે જેથી વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા ટ્રકને રોકી તલાશી લેતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.