ઉનામાં ચોરાઉ બાઈક સાથે બે શખ્સો પકડાયા

  • ઉનામાં ચોરાઉ બાઈક સાથે બે શખ્સો પકડાયા
    ઉનામાં ચોરાઉ બાઈક સાથે બે શખ્સો પકડાયા

ઉના, તા. 14
ઉનામાં ઉન્નતનગર સોસાયટીમાં ગત તા.8-8-19 ના રોજ ભારતીબેનનું રત્નેશ્ર્વર મંદિર પાસેથી મેસ્ટ્રો સ્કુટર રૂા.35000 ચોરી થઈ ગયાની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવેલ હતી.
ભાવનગર રોડ ઉપર રોકડીયા હનુમાન મંદિર પાસે વિપુલ ભાણજીભાઈ ચૌહાણ, દિલીપ રામભાઈ ગોહિલ સામતેર તા.ઉનાવાળા હિરો મેસ્ટ્રો મો.સા.જી.જે.32-સી-4171 માં નિકળતા રોકાવી કાગળો માંગતા ન આપતા પુછપરછમાં તેમણે ચોરી કરી હોવાનું જણાવતા પકડી પાડી ધરપકડ કરી વાહન કબજે લઈ ગણતરીનાં દિવસોમાં વાહન ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો રિમાન્ડ માટે બન્ને કોર્ટમાં રજુ કરી વધુ વાહન ચોરીનો ભેદ ઉકેલવા તપાસ કરી રહ્યા છે.
જુગારી પકડાયા
ઉના પોલીસે સુગર ફેકટરીના મેદાનમાં ગીરીશ ભીમાભાઈ બાબરીયા વાહીદ કરીમભાઈ જયેશ ઉકાભાઈ ઝાલા પુનીત છગનભાઈ ચૌહાણ અબ્દુલ સમદબીન અકરીમ બાહેજ રે. તમામ ઉનાવાળાને પૈસાની હારજીતનો ગંજીપતાથી જુગાર રમતા પકડી પાડી પટ્ટમાં રહેલ રોકડા રૂા.25 હજાર 390 સાથે ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.