શોભા લિમિટેડ ગુજરાતમાં 33 માળનું સૌથી ઊંચું રહેણાંક બિલ્ડીંગ બનાવશે

  •  શોભા લિમિટેડ ગુજરાતમાં 33 માળનું સૌથી ઊંચું રહેણાંક બિલ્ડીંગ બનાવશે
    શોભા લિમિટેડ ગુજરાતમાં 33 માળનું સૌથી ઊંચું રહેણાંક બિલ્ડીંગ બનાવશે

અમદાવાદ: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં રાજ્યનું પહેલું સૌથી ઊંચું રેસિડેન્શિયલ બિલ્ડીંગ બનવા જઈ રહ્યું છે. દેશની અગ્રણી રિઅલ એસ્ટેટ કંપની શોભા લીમીટેડ ગુજરાતમાં 33 માળનો રહેણાંક પ્રોજેક્ટ શરુ કર્યો છે અને કંપની આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 500 કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત બે ટાવર બનશે અને તેમાં 474 ફ્લેટ્સ હશે. કંપનીના મતે, અમદાવાદ ગુજરાતનું મુખ્ય વાણિજ્યિક કેન્દ્ર છે જે ફાર્મા, પેટ્રોકેમિકલ, ટેક્સટાઈલ અને ઓટોમોબાઇલ બિઝનેસમાં પણ સમાન કાગમરી ધરાવે છે. છેલ્લાં થોડાં વર્ષોથી ઝડપથી આઇટી અને આઇટીઇએસ સેક્ટર્સમાં માળખાગત સુવિધાનો વિકાસ થવાથી અમદાવાદ રોકાણ માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. સંયુક્તપણે આ ક્ષેત્રોએ શહેરમાં વાણિજ્યિક અને રહેણાક રિયલ એસ્ટેટ બજારને વેગ આપ્યો છે.
શોભા લિમિટેડનાં વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જે. સી. શર્માએ કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં થઇ રહેલા ગ્રોથને ધ્યાનમાં રાખી આવનારા સમયમાં રહેણાંક માટેની માગને ધ્યાનમાં રાખીને અમે અહી પ્રોજેક્ટ શરુ કરવાનો નિર્ણય કર્યો હતો. આના માટે ગિફ્ટના ડોમેસ્ટિક એરિયામાં અમે 99 વર્ષ માટે જમીન લીઝ પર મેળવી છે. ગુજરાતના સૌથી ઊંચા બિલ્ડીંગનો આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થઇ જશે.