સસ્તા ઓઇલની જોવા મળી અસર, જુલાઇ મહીનામાં મોંઘવારી દર ઘટીને 1.08% પર પહોંચ્યો

  • સસ્તા ઓઇલની જોવા મળી અસર, જુલાઇ મહીનામાં મોંઘવારી દર ઘટીને 1.08% પર પહોંચ્યો
    સસ્તા ઓઇલની જોવા મળી અસર, જુલાઇ મહીનામાં મોંઘવારી દર ઘટીને 1.08% પર પહોંચ્યો

નવી દિલ્હી: સસ્તા ઓઇલ અને ફૂડ આઇટમ્સના લીધે જુલાઇ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI)માં ઘટાડો નોંધાયો છે. જુલાઇ મહિનામાં WPI મોંઘવારી દર 1.08% પર પહોંચી ગયો છે. જૂન મહિનામાં આ મોંઘવારી દર 2.02 ટકા હતી. તો બીજી તરફ જુલાઇ મહિનામાં મોંઘવારી દર  (WPI) 5.27 ટકા હતો. 

પ્રાઇમરી આર્ટિકલ મોંઘવારી દર 6.72% ટકાથી ઘટીને 5.03% પર પહોંચી ગયો છે. મેન્યુફેક્ચરિંગ મોંઘવારી દર 0.94% થી ઘટીને 0.34% પર, ખાદ્ય મોંઘવારી દર 5.04% ઘટીને 4.54%, ફ્યૂલ અને પાવર મોંઘવારી દર  -2.20% થી ઘટીને  -3.64% પર પહોંચી ગયો છે. 

તો બીજી તરફ મે મહિનામાં WPI મોંઘવારી દર 2.45% થી વધીને 2.79%. શાકભાજીની WPI 24.76% થી ઘટીને 10.67%, દાળ મોંઘવારી દર 23.06% થી ઘટીને 20.08%, ખાંડનો મોંઘવારી દર 4.01% થી ઘટીને - 0.94%, નોન-ફૂડ મોંઘવારી દર 5.06% થી ઘટીને 4.29% અને કેમિકલ મોંઘવારી દર 1.45% થી ઘટીને 0.42% પર પહોંચી ગયો છે.