દારૂના બે કેસમાં વોન્ટેડ શરાબનો સૌદાગર ફિરોઝ સંધી ત્રણ સાગરીત સાથે ઝડપાયો

  • દારૂના બે કેસમાં વોન્ટેડ શરાબનો સૌદાગર ફિરોઝ સંધી ત્રણ સાગરીત સાથે ઝડપાયો
    દારૂના બે કેસમાં વોન્ટેડ શરાબનો સૌદાગર ફિરોઝ સંધી ત્રણ સાગરીત સાથે ઝડપાયો

રાજકોટમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ગોડાઉન ભાડે રાખી દારૂનો જંગી જથ્થો ઉતારવાના બે ગુનામાં વોન્ટેડ શરાબના સૌદાગર એવા ફિરોઝ સંધી અને તેના ત્રણ સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે જંક્શન પ્લોટ ગાયકવાડીમાંથી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. 
પોલીસે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં માલઢોર બાંધવા માટે ગોડાઉન ભાડે રાખી તેમાં દારૂનો મસમોટો જથ્થો ઉતારી સૌરાષ્ટ્રભરમાં સપ્લાય કરતા શરાબના સૌદાગર એવા કુખ્યાત બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયો હસમભાઇ મેણું સંધીએ ઉતારેલો 30,18,480 રૂપિયાનો દારૂ પોલીસે કબ્જે કરી તેના વિરુદ્ધ બે અલગ અલગ ગુના નોંધ્યા હતા અને પોતે વોન્ટેડ હોય તેને પકડવા માટે પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ચૌધરી, ડીસીપી શૈની, ડીસીપી જાડેજા, એસીપી ક્રાઇમ સરવૈયાની સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અતુલ સોનારા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અનિલ સોનારા, અજીતસિંહ પરમાર અને હરદેવસિંહ રાણાને મળેલી ચોક્કસ બાતમી આધારે નિશાંતભાઈ પરમાર, સમીરભાઈ શેખ, મહેશભાઈ મંઢ, નિલેશભાઈ ડામોરને સાથે રાખીને જંક્શન પ્લોટ ગાયકવાડીમાં દરોડો પડી ફિરોઝને તથા તેની સાથે કામ કરતા સાગરીતો લલુડી વોકળીના નિર્મલ ઉર્ફે લાલો હંસરાજભાઇ માણેક, ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા મગન ઉર્ફે મગો રાયસીંગભાઇ રોજાસરા અને રેલનગરના મનોજ ઉર્ફે શિવો રમેશભાઈ પોબારુને ઝડપી લીધા હતા અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.   ત્રીજી પત્નીને મળવા આવ્યો અને પોલીસે દબોચી લીધો 
સૌરાષ્ટ્રભરમાં દારૂ ઘુસાડવામાં મોટું નામ ધરાવતા ફિરોઝ સંધીના પ્રથમ પત્ની સાથે છુટ્ટાછેડા થઇ ગયા બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા બીજી પત્ની હોવા છતાં પોતે ગાયકવાડીમાં ત્રીજા લગ્ન કર્યા હતા આ પત્ની ત્યાં રહેતી હોય ગાયકવાડીમાં સસરાના ઘરે પત્નીને મળવા આવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા વોચ ગોઠવી દબોચી લીધો હતો