CM છોટાઉદેપુરમાં, DYCM વિસાવદરમાં કરાવશે ધ્વજવંદન

  • CM છોટાઉદેપુરમાં, DYCM વિસાવદરમાં કરાવશે ધ્વજવંદન
    CM છોટાઉદેપુરમાં, DYCM વિસાવદરમાં કરાવશે ધ્વજવંદન
  • CM છોટાઉદેપુરમાં, DYCM વિસાવદરમાં કરાવશે ધ્વજવંદન
    CM છોટાઉદેપુરમાં, DYCM વિસાવદરમાં કરાવશે ધ્વજવંદન

આવતીકાલ - ગુરુવારે 73માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી છોટાઉદેપુરમાં કરાશે જ્યાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ધ્વજવંદન થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી 73માં સ્વાતંત્રય પર્વ 15-ઓગસ્ટ-2019ના સવારે 9 કલાકે છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવવાના છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરાવશે.
સ્વતંત્રતાના આ 73માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ વિવિધ જિલ્લામાં ધ્વજવંદન કરાવશે. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ જે જિલ્લાઓમાં ધ્વજવંદન કરાવવાના છે તેની વિગતો આ મુજબ છે:- આર. સી. ફળદુ તલોદ (જિ:- સાબરકાંઠા), ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર ગ્રામ્ય (જિ:- ભાવનગર), કૌશિક પટેલ કલોલ (જિ:- ગાંધીનગર), સૌરભ પટેલ વડીયા (જિ:- અમરેલી), ગણપત વસાવા વિજાપુર (જિ:- મહેસાણા), જયેશકુમાર રાદડિયા જોડીયા (જિ:- જામનગર), દિલીપકુમાર ઠાકોર કુકરમુંડા (જિ:- તાપી), ઇશ્વરભાઇ પરમાર સાવલી (જિ:- વડોદરા), કુંવરજી બાવળીયા સોજીત્રા (જિ:- આણંદ), જવાહરભાઇ ચાવડા ચુડા (જિ:- સુરેન્દ્રનગર) રાજ્યકક્ષાના મંત્રીઓ જ્યાં ધ્વજવંદન કરાવાના છે, તેની વિગતો આ પ્રમાણે છે. 
પ્રદિપસિંહ જાડેજા લીમખેડા (જિ:- દાહોદ), બચુભાઇ ખાબડ શેહરા (જિ:- પંચમહાલ), જયદ્રથસિંહ પરમાર સરસ્વતી (જિ:- પાટણ), ઇશ્વરસિંહ પટેલ ધોલકા (જિ:- અમદાવાદ), વાસણભાઇ આહિર નડીયાદ (જિ:- ખેડા), વિભાવરીબેન દવે દાંતા (જિ:- બનાસકાંઠા), રમણલાલ પાટકર જસદણ (જિ:- રાજકોટ), કિશોર કાનાણી ધરમપુર (જિ:- વલસાડા), યોગેશભાઇ પટેલ માંડવી (જિ:- સુરત), ધર્મેન્દ્રસિંહ જાડેજા અબડાસા (જિ:- કચ્છ) 73માં સ્વતંત્રતા પર્વે રાજ્યના 10 જિલ્લાઓમાં જિલ્લા કલેકટરોના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમો યોજાવાના છે. 
તદ્દઅનુસાર, નવસારીના જલાલપોરમાં, ડાંગના સુબીરમાં, મોરબીના હળવદ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, મહિસાગરના બાલાસિનોર, અરવલ્લીના મોડાસા, બોટાદના ગઢડા તેમજ ગીર સોમનાથના વેરાવળ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં તથા પોરબંદર જિલ્લાના મુખ્યમથક પોરબંદરમાં સંબંધિત જિલ્લાના કલેકટરો ધ્વજવંદન કરાવશે.