મુકેશ અંબાણીની નેટવર્થ 31595 કરોડ રૂપિયા વધી, દુનિયાના અમીરોની રેન્કીંગમાં 18માથી 15મા ક્રમાંકે પહોંચ્યા

  •  મુકેશ અંબાણીની નેટવર્થ 31595 કરોડ રૂપિયા વધી, દુનિયાના અમીરોની રેન્કીંગમાં 18માથી 15મા ક્રમાંકે પહોંચ્યા
    મુકેશ અંબાણીની નેટવર્થ 31595 કરોડ રૂપિયા વધી, દુનિયાના અમીરોની રેન્કીંગમાં 18માથી 15મા ક્રમાંકે પહોંચ્યા

એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણીની નેટવર્થમાં મંગળવારે 4.45 અરબ ડોલર(31595 કરોડ રૂપિયા)નો વધારો થયો હતો. દુનિયાના 500 અમીરોની નેટવર્થ દરરોજ અપડેટ કરનાર બ્લૂમબર્ગના બિલયોનેર ઇન્ડેક્સ પ્રમાણે અંબાણીની નેટવર્થ 49.9 અરબ ડોલર(3.54 લાખ કરોડ રૂપિયા ) થઇ ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તેજીના કારણે કંપનીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીને ફાયદો થયો. રિલાયન્સનો શેર મંગળવારે બીએસઇ પર 10 ટકા વૃદ્ધિ સાથે 1275 પર બંધ થયો હતો. રિલાયન્સની એજીએમમાં સોમવારે મુકેશ અંબાણીએ કંપની સાથે જોડાયેલી મોટી જાહેરાતો કરી હતી. તેના લીધે મંગળવારે શેર ઉંચકાયો હતો. મુકેશ અંબાણી બ્લૂમબર્ગ બિલયોનેર ઇન્ડેક્સમાં સોમવાર સુધી 18મા નંબર પર હતા. હવે તે 15મા સ્થાને પહોંચી ગયા છે. ટોપ-50માં અંબાણી સિવાય માત્ર અઝીમ પ્રેમજી સામેલ છે. ટોપ-100માં માત્ર 4 ભારતીય છે.